<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

પાણી સપ્‍લાઈ કરવા આવતા યુવકને દિલ દઈ બેઠી ૧૬ વર્ષની દીકરીઃ દુલ્‍હન બનવા જતાં ફસાઈ ગઈ

રાજધાનીમાં ગુનાના બદલાતા સ્‍વરૂપ અને માસૂમની સુરક્ષા પર ફરી એક વાર ગંભીર સવાલ ઊભા કરી દીધા : માસૂમને ક્‍યાં ખબર હતી કે પાણીની બોટલ આપવા આવતા શખ્‍સના કારણે તેમની જિંદગી નરકનો દરવાજો ખોલી દેશે

નવી દિલ્‍હી,તા.૨૨: દેશની રાજધાનીમાં ગુનાના બદલાતા સ્‍વરૂપ અને માસૂમની સુરક્ષા પર ફરી એક વાર ગંભીર સવાલ ઊભા કરી દીધા છે. દિલ્‍હી પોલીસની ક્રાઈમ બ્રાન્‍ચ અંતર્ગત આવનારી એન્‍ટી હ્યૂમન ટ્રાફિકિંગ યુનિટે એક પડકારભર્યા કેસને સોલ્‍વ કરતા ૧૬ વર્ષની એક સગીર છાત્રાને મુક્‍ત કરાવી છે. આ કહાણી શરુ થાય છે ભલસ્‍વા ડેરીના એક સામાન્‍ય એવા ઘરેથી, જ્‍યાં એક ૯માં ધોરણમાં ભણતી માસૂમ બાળકી પોતાના પરિવાર સાથે રહેતી હતી. આ માસૂમને ક્‍યાં ખબર હતી કે પાણીની બોટલ આપવા આવતા શખ્‍સના કારણે તેમની જિંદગી નરકનો દરવાજો ખોલી દેશે.

વિશ્વાસની આડમાં જાળ રચનારા આ આરોપીની ઓળખ ૨૪ વર્ષિય વિકાસ તરીકે થઈ છે. વિકાસ છેલ્‍લા કેટલાય સમયથી પીડિત છાત્રાના ઘરે પાણીના કેમ્‍પર સપ્‍લાઈ કરવાનું કામ કરતો હતો. આ દરમ્‍યાન તેણે કિશોરી સાથે વાત કરવાનું શરુ કરી દીધું અને ધીમે ધીમે પોતાની પ્રેમની જાળમાં ફસાવી લીધી. આરોપી વિકાસે કિશોરીના મનમાં લગ્નના હસીન સપના સજાવ્‍યા અને તેને અનુભવ કરાવ્‍યો કે તે તેના માટે કંઈ પણ કરી શકે છે. ૧૬ વર્ષની નાસમજ ઉંમરમાં છાત્રાને વિકાસની વાતો પર વિશ્વાસ થઈ ગયો અને તેને પોતાનો જીવનસાથી માની લીધો.

૧૯ ડિસેમ્‍બર ૨૦૨૫ની રાતે કિશોરી અચાનક પોતાના ઘરેથી ગુમ થઈ ગઈ. સવારે જ્‍યારે પરિવારે તેને રૂમમાં જોઈ નહીં તો તેમના પગ તળેથી જમીન સરકી ગઈ. આજુબાજુ અને સંબંધીઓને ત્‍યાં શોધ કર્યા બાદ જ્‍યારે કોઈ પત્તો લાગ્‍યો નહીં તો ૨૦ ડિસેમ્‍બરના રોજ પરિવારે ભલસ્‍વા ડેરી વિસ્‍તારમાં આવેલી પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી. કેમ કે મામલો સગીર સાથે જોડાયેલો હતો. એટલા માટે દિલ્‍હી પોલીસે તેને ગંભીરતાથી લીધું અને ક્રાઈમ બ્રાન્‍ચની એએચટીયુ ટીમને તપાસ સોંપવામાં આવી.

ટેકનિકલી દેખરેખ અને પોલીસના એક્‍શન ડીસીપી પંકજ કુમારના નિર્દેશ પર ઇન્‍સ્‍પેક્‍ટર મનોજ દહિયા, એએસઆઈ ગોપાલ કૃષ્‍ણ અને મહિલા હેડ કોન્‍સ્‍ટેબલ સીમાની એક સ્‍પેશિયલ ટીમ બનાવવામાં આવી. પોલીસે સૌથી પહેલા ગુમ છાત્રાની કોલ ડિટેલ રેકોર્ડ ખંગાળ્‍યા. સીડીઆરના વિશ્‍લેષણથી જાણવા મળ્‍યું કે છાત્રા છેલ્‍લા થોડા સમયથી વિકાસ નામના યુવક સાથે સતત સંપર્કમાં હતી. ટેકનિકલી દેખરેખ અને લોકેશન ટ્રેક કરવા માટે પોલીસને સૂરાગ મળ્‍યા કે બંને જહાંગીરપુરી વિસ્‍તારની આજુબાજુમાં ક્‍યાંક છુપાયેલા છે.

રેસ્‍ક્‍યૂ ઓપરેશન અને આરોપીની ધરપકડ પોલીસ ટીમે ફીલ્‍ડ વેરિફિકેશન અને સ્‍થાનિક સૂચનાઓના આધાર પર સમતા વિહાર વિસ્‍તારમાં જાળ પાથરી. એક પછી એક કડીઓ જોડતા પોલીસે આખરે જહાંગીરપુરી સ્‍થિત એક ફલેટ સુધી પહોંચી ગઈ. ત્‍યાં દરોડા પાડ્‍યા તો પોલીસે ૧૬ વર્ષની છાત્રાને મુક્‍ત કરી અને ઘટનાસ્‍થળેથી આરોપીની પણ ધરપકડ કરી. જ્‍યારે છાત્રાને સુરક્ષિત સ્‍થાન પર લાવવામાં આવી અને તેનું કાઉંસલિગ કરવામાં આવ્‍યું તો જે સત્‍ય સામે આવ્‍યું તે હચમચાવી નાખનારું હતું.

છાત્રાએ પોલીસને જણાવ્‍યું કે વિકાસે તેને લગ્નની લાલચ આપીને પોતાની સાથે લઈ આવ્‍યો હતો. જહાંગીરપુરીના એ બંધ રૂમમાં વિકાસે તેનું યૌન ઉત્‍પીડન કર્યું અને તેના વિશ્વાસનું હનન કર્યું. આરોપીએ એક સગીર બાળકીની માસૂમિયતનો ફાયદો ઉઠાવી તેની જિદગી બરબાદ કરવાનો પ્‍લાન ઘડી રાખ્‍યો હતો. કિશોરીના નિવેદનના આધાર પર પોલીસે પોક્‍સો એક્‍ટની ગંભીર ધારાઓ જોડી દીધી.

ડીસીપી પંકજ કુમારે જણાવ્‍યું કે, આરોપી વિકાસની ધરપકડ કરી ન્‍યાયિક કસ્‍ટડીમાં મોકલી દીધો છે. પોલીસ હવે એ વાતની તપાસ કરી રહી છે કે શું વિકાસે પહેલા પણ કોઈ અન્‍ય છોકરીને આવી રીતે પોતાનો શિકાર બનાવી હતી? આ કિસ્‍સાએ ફરી એક વાર વાલીઓને સતર્ક કરી દીધા કે તેઓ પોતાના બાળકોની ઓનલાઈન અને ઓફલાઈન ગતિવિધિઓ પર આકરી નજર રાખે. ખાસ કરીને ઘરમાં આવતા જતાં બહારના વ્‍યક્‍તિઓ સાથે બાળકોનો કેવો વ્‍યવહાર છે

(10:01 AM IST)