હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રશિયામાં રોડ સાફ કરી રહ્યો છે ભારતીય સોફટવેર એન્જિનિયરઃ મહિને મળે છે ૧ લાખ રુપિયા પગાર
રશિયામાં મજૂરોની મોટી કમીની વચ્ચે એક ચોંકાવનારી તસવીર સામે આવી : આ ન ફક્ત દુનિયાના રોજગારના સંકટને દર્શાવે છે પણ એ પણ બતાવે છે કે હાલાત બદલાતા લોકોએ પોતાના નિર્ણયો પણ બદલવા પડે છે

નવી દિલ્હી,તા.૨૨: રશિયામાં મજૂરોની મોટી કમીની વચ્ચે એક ચોંકાવનારી તસવીર સામે આવી છે, જ્યાં ભારતમાંથી ગયેલા અમુક યુવકો રસ્તા પર સફાઈ કરતા જોવા મળ્યા છે. તેમાંથી એક છે ૨૬ વર્ષીય મુકેશ મંડલ, જે ખુદને સોફટવેર ડેવલપર ગણાવે છે. તે કહે છે કે તેણે ટેક સેક્ટરમાં કામ કર્યું છે અને હાલમાં તે રશિયાના સેન્ટ પીટર્સબર્ગ શહેરમાં રોડ પર સફાઈની નોકરી કરી રહ્યો છે અને દર મહિને એક લાખ કમાઈ રહ્યો છે.
રશિયા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગભગ ચાર મહિના પહેલા ૧૭ ભારતીય કામની શોધમાં રશિયામાં પહોંચ્યા હતા. આ તમામને કોલો્યાઝસ્કોયે નામની રોડ મેન્ટેનેંસ કંપનીએ નોકરી આપી છે. કંપની આ કર્મચારીઓને રહેવા, ખાવા અને આવવા-જવા અને જરૂરી કાગળની કાર્યવાહી કરવાની વ્યવસ્થા પૂરી પાડી છે. આ તમામ કર્મચારી છેલ્લા કેટલાય અઠવાડિયાથી સેન્ટ પીટર્સબર્ગના રસ્તાની સફાઈનું કામ કરી રહ્યા છે.
મુકેશ મંડલે એક રશિયન મીડિયા ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો કે તે પહેલા સોફટવેર ડેવલપર તરીકે કામ કરી ચૂક્યો છે. તેમણે કહ્યું કે, તેણે AI, ચેટબોટ અને GPT જેવા આધુનિક ટૂલ્સ પર કામ કર્યું છે અને માઈક્રોસોફટ જેવી કંપનીઓ સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સમાં પણ અનુભવ લીધો. જો કે આ સ્પષ્ટ નથી કે તે ડાયરેક્ટ માઈક્રોસોફટમાં કામ કરતો હતો કે તેની ટેકનિકનો ઉપયોગ કરનારી કોઈ કંપનીમાં.
રશિયામાં સ્ટ્રીટ ક્લીનરની આ નોકરી આર્થિક રીતે ફાયદાકારક માનવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, દરેક કર્મચારીને લગભગ ૧ લાખ રૂબલ એટલે કે ભારતીય મુદ્રામાં લગભગ ૧.૧ લાખ રૂપિયા મળે છે. કંપનીની અધિકારી મારિયા ત્યાબિના અનુસાર, કર્મચારીને સુરક્ષા, કપડાં, ખાવાનું, ટ્રાન્સપોર્ટ અને હોસ્ટેલની સુવિધા આપવામાં આવે છે, જેથી તેમને કોઈ તકલીફ ન થાય.
મુકેશ મંડલનું કહેવું છે કે રશિયામાં રહેવાનો તેનો કાયમી થવાનો નિર્ણય નથી. તેમનો ટાર્ગેટ એક વર્ષ સુધી કામ કરી પૈસા કમાવાનો અને પછી ભારતમાં પરત ફરવાનો છે. તેમણે કહ્યું કે, હું ભારતીય છું અને અમારી માટે કામ મોટું કે નાનું નથી હોતું. કામ ભગવાન માટે હોય છે. પછી તે રોડ પર હોય કે અન્ય કોઈ જગ્યાએ. જવાબદારીથી કામ કરવું જ અસલી કર્તવ્ય છે. તેમનો આ વિચાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.
આ ૧૭ ભારતીયોમાં કોઈ ખેડૂત છે, કોઈ ડ્રાઈવર, કોઈ આર્કિટેક્ટ તો કોઈ નાનો વ્યવસાય કરતા હતા. અલગ અલગ વ્યવસાયથી આવેલા આ લોકો રશિયાની મજૂરોની કમીને પૂરી કરી રહ્યા છે. આ કહાની ન ફક્ત દુનિયાના રોજગારના સંકટને દર્શાવે છે, પણ એ પણ બતાવે છે કે હાલાત બદલાતા લોકોએ પોતાના નિર્ણયો પણ બદલવા પડે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
