હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજ ઠાકરેનું ખાતું પણ ન ખુલ્યું: ઉદ્ધવ ઠાકરે-શરદ પવારની પાર્ટી એક અંકમાં રહી
રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ને ૨૦૨૫ ની મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં કારમી હારનો સામનો કરવો પડ્યો : ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિ ગઠબંધને કુલ ૨૦૭ મેયર પદ જીત્યા. જેમાં ભાજપે ૧૧૭ બેઠકો, એકનાથ શિદે જૂથના શિવસેનાએ ૫૩ બેઠકો અને અજિત પવાર જૂથના NCPએ ૩૭ બેઠકો જીતી

નવી દિલ્હી,તા.૨૨: મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયત ચૂંટણીના પરિણામોએ રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) માટે ચિતા વધારી દીધી છે. રાજ્યભરની ૨૮૮ મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયતોમાં MNS એક પણ મેયર પદ જીતવામાં નિષ્ફળ ગઈ. આ પરિણામને પાર્ટી માટે મોટો રાજકીય આંચકો માનવામાં આવી રહ્યો છે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ૨૧ ડિસેમ્બરે જાહેર કરાયેલા પરિણામો અનુસાર, ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિ ગઠબંધને કુલ ૨૦૭ મેયર પદ જીત્યા. આમાં, ભાજપે ૧૧૭ બેઠકો, એકનાથ શિદે જૂથના શિવસેનાએ ૫૩ બેઠકો અને અજિત પવાર જૂથના ફઘ્ભ્એ ૩૭ બેઠકો જીતી હતી.
આ દરમિયાન, વિપક્ષી મહા વિકાસ આઘાડી (MVA) એ કુલ ૪૪ મેયર પદો જીત્યા હતા. કોંગ્રેસે ૨૮ બેઠકો, ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેનાએ ૯ બેઠકો અને શરદ પવાર જૂથના NCPએ ૭ બેઠકો જીતી હતી. આ બધા વચ્ચે MNSનું ખાતું પણ ખોલવામાં નિષ્ફળતા પાર્ટીની જમીની પરિસ્થિતિ પર પ્રશ્નો ઉભા કરે છે.
આ પહેલીવાર નથી જ્યારે MNSને આવી હારનો સામનો કરવો પડ્યો હોય. ઓગસ્ટ ૨૦૨૫માં યોજાયેલી મુંબઈ ગ્ચ્લ્વ્ કર્મચારી સહકારી ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં, MNS અને શિવસેના (UBT) ની સંયુકત પેનલ પણ એક પણ બેઠક જીતી શકી ન હતી. તે ચૂંટણીમાં, BJP સમર્થિત પેનલે બધી ૨૧ બેઠકો જીતી હતી.
આ પહેલા, નવેમ્બર ૨૦૨૪માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં MNSએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. પાર્ટીએ ૧૩૫ બેઠકો લડી હતી પરંતુ એક પણ જીતી શકી ન હતી. આ સતત હારથી પાર્ટીની રાજકીય રણનીતિ અને ભવિષ્ય પર પ્રશ્નો ઉભા થયા છે.
જોકે, મનસે તરફથી તેની ભાવિ રાજકીય યોજનાઓ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ૧૫ ડિસેમ્બરે, રાજ્ય ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે મહારાષ્ટ્રમાં ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીઓ ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ એક જ તબક્કામાં યોજાશે. આમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)નો પણ સમાવેશ થાય છે. પંચના જણાવ્યા અનુસાર, આ ચૂંટણીઓના પરિણામો ૧૬ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ જાહેર કરવામાં આવશે. રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેના પક્ષો ગઠબંધનમાં રહેશે કે કેમ તે હાલમાં નાગરિક ચૂંટણીના પરિણામો પછી સ્પષ્ટ નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
