<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

વાંકાનેરના સ્‍વ.વિનુભાઇ કટારીયાનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

વાંકાનેર ભાજપ અને લોહાણા સમાજના અગ્રણીને અશ્રુભરી વિદાય : બંન્ને પુત્રીઓ ખ્‍યાતિબેન અને ખુશ્‍બુબેને કાંધ આપીઃ પત્‍નિ પ્રતિભાબેન ભાંગી પડયાઃ ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણી સહિત ભાજપ અને રઘુવંશી સમાજના આગેવાનો દ્વારા શ્રધ્‍ધાંજલી

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. રર :.. મુળ ટંકારા નિવાસી અને વર્ષોથી વાંકાનેર સ્‍થાઇ થયેલા અને અનેક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા અને વાંકાનેર ભાજપના પૂર્વ પ્રમુખ વાંકાનેર એ. પી. એચ. સી.ના ઉપપ્રમુખ પદ રહી ચુકેલા તેમજ સરપંચ પદ પણ ભોગવી ચુકેલા હાલ વાંકાનેર લોહાણા મહાજન, વાંકાનેર લોહાણા યુવક મંડળ તથા વાંકાનેર સદ્‌્‌ગુરૂ આનંદ આશ્રમના વર્તમાન પ્રમુખ તથા નિર્માણધિન શ્રી રામધામ ટ્રસ્‍ટ-જાલીડા તથા પ્રમુખશ્રી ગુજરાત કોટન એન્‍ડ સીડ એસોસીએશનના પણ પ્રમુખ પદને શોભાવતા અને સદ્‌્‌ગુરૂદેવશ્રીના પ્રખર ભકત એવા. વિનોદભાઇ પ્રભુલાલ કટારીયા જે વિનુભાઇ કંટારીયા તરીકે પ્રખ્‍યાત હતાં.

તેવા સ્‍વ. વિનુભાઇને તા. ૧૮ ને ગુરૂવારના રોજ થોડુ-થોડુ  છાતીમાં દુખતુ હોય તેવો પોતાને અહેસાસ થતો હતો. ત્‍યારે તેમના પરમ મિત્ર ગીરીશભાઇ કાનાબારને સાથે લઇ પોતપોતાના બન્ને એકટીવા લઇ વાંકાનેરની ખાનગી હોસ્‍પીટલ ખાતે ચેકઅપ કરાવવા પહોંચ્‍યા હતા ત્‍યારે ત્‍યાં ડો. જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વધુ સારવારની જરૂરત હોવાની સલાહ અપાતા તેઓ ત્‍યાંથી જ એમ્‍બ્‍યુન્‍સ મારફતે રાજકોટની સિનર્જી હોસ્‍પીટલ ખાતે જવા નિકળ્‍યા હતા ત્‍યારે કુવાડવા નજીક પહોંચતા જ સ્‍વ. વિનુભાઇ એ અંતિમ શ્વાસ લીધા હતાં. અને કુવાડવા સ્‍થીત ગીરીરાજ હોસ્‍પીટલના ફરજ પરના ડોકટરોએ જોઇ તપાસી મૃત જાહેર કરેલ હતાં.

તા. ૧૮ ને ગુરૂવારના રોજ સાંજે ૭ વાગ્‍યા આસપાસ સ્‍વ. વિનુભાઇ એ આપણા વચ્‍ચેથી વિદાય લીધા બાદ ધારાસભા જીતુભાઇ સોમાણી તથા તેમના સોકાતુર ત્રિ મંડળ દ્વારા સ્‍વ. વિનુભાઇનો પાર્થવિદેહ વાંકાનેર ખાતે સહકારી હોસ્‍પીટલના કોલ્‍ડરૂમમાં રાખવાની તાબડતોબ વ્‍યવસ્‍થા કરવામાં આવેલ હતી.

ત્‍યારબાદ સ્‍વ. વિનુભાઇની કેનેડા સ્‍થીત બન્ને દિકરીઓને જાણકારી આપી હતી. અને બન્ને દિકરી ખ્‍યાતિબેન તથા ખુશ્‍બુબેન તત્‍કાલ હવાઇ માર્ગે આવી પહોંચ્‍યા બાદ તા. ર૧ ને શનિવારે બપોરે ત્રણ કલાકે સ્‍વ. વિનુભાઇના નિવાસ સ્‍થાનેથી અંતિમ  યાત્રાને પ્રારંભ કરવામાં આવેલ હતો.

પુત્રની ફરજ બજાવવા બન્ને પુત્રી ખ્‍યાતિબેન તથા ખુશ્‍બુબેને પીતાને કાંધ આપી અને સ્‍મશાન ઘાટ ખાતે બન્ને પુત્રીઓ દ્વારા મુખાગ્નિ આપવા આવેલા એ બન્ને પુત્રીઓ ભાંગી પડેલ હતી. સ્‍વ. વિનુભાઇની અંતિમ યાત્રા પ્રારંભે પત્‍ની પ્રતિભાબેન તથા બન્ને પુત્રી તથા અન્‍ય કટારીયા પરિવારના ભાઇઓ-બહેનો કરૂણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

આ વસમી વેળાએ સમગ્ર વાંકાનેર લોહાણા સમાજ પણ આંખો ભીની થઇ ગઇ હતી. સ્‍વ. વિનુભાઇનો પાર્થવિદેહ બપોર ર થી ૩ તેમના નિવાસ સ્‍થાને દર્શનાર્થે રાખવામાં આવેલ હતો. ત્‍યારે અનેક મહાનુભાવો દ્વારા પુષ્‍પાંજલી અર્પણ કરવા, ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણી, ચેમ્‍બર ઓફ કોમર્સ ઇન્‍ડસ્‍ટ્રીઝના પ્રમુખ પ્રજ્ઞેશભાઇ પટેલ, રામધામ ટ્રસ્‍ટ - જાલીડાના ટ્રસ્‍ટીશ્રીઓ હસુભાઇ ભગદેવ, ભીખાલાલ પાઉં, ગીરીશભાઇ કાનાબાર, અશ્વિનભાઇ મામા દલાલ, જગદીશભાઇ સેતા, પરેશભાઇ કાનાબાર, શૈલેષભાઇ (એસ. પી.), પરેશભાઇ વિઠલાણી, હકાભાઇ હળવદ, તથા શ્રી રામધામ મહીલા મોરચાના તથા રાજકોટ જીલ્લા ભાજપ મહીલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી, (જસદણ), આનંદભાઇ સેતા-મોરબી, રાજકોટ મ.ન.પા.ના  પૂર્વ મેયર જનકભાઇ કોટક ઉપરાંત વાંકાનેર લોહાણા મહાજન પ્રુમખ કાકુભાઇ મોદી, ઉ.પ્રમુખ રમેશભાઇ અખેણી, વાંકાનેર લોહાણા યુવક મંડળના પ્રમુખ ધર્મેશભાઇ ભીંડોરા, ઉ.પ્રમુખ બટુકભાઇ બુધ્‍ધદેવ, સુનિલભાઇ ખખ્‍ખર, રઘુવંશી સોશ્‍યલ ગ્રુપના પ્રમુખ જીજ્ઞેશભાઇ નાગ્રેચા, ઉ.પ્રમુખ અમિતભાઇ સેજપાલ, વાંકાનેર લોહાણા મહાજન ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી રસીકભાઇ ભીંડોરા, આર.ટી. કોટક (નિ. મામલતદાર), મંત્રીશ્રી લલિતભાઇ પુજારા (નિ. મામલતદાર), ગોવર્ધનનાથજી તથા બાલકૃષ્‍ણલાલજીની હવેલીના પ્રમુખ મુલાવારાય સુબા તથા મોરબી જીલ્લા ભા.જ.પ. ના ઉપાધ્‍યક્ષ અશ્વિનભાઇ મેઘાણી, હિરેનભાઇ પારેખ, ડાયાલાલ સરૈયા, ચેતનગીરી ગોસ્‍વામી, મોરબી લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ ગિરીશભાઇ ઘેલાણી, હકાભાઇ રાજા, અશ્વિનભાઇ કોટક, દરીયાલાલ દેવ-જાર ના પ્રમુખ નવિનભાઇ પુજારા, કિશોરભાઇ જે. પુજારા, મહેશભાઇ રાજવીર, જગદીશભાઇ સેતા, કાંતીલાલ કુમખાણીયા, દિલીપભાઇ પુજારા, ઉતમભાઇ રાજવીર, પ્રફુલ રાજવીર, ગિરીશભાઇ ભીંડોરા, અશોકભાઇ કોટક, વિજયભાઇ પુજારા, મહાજન અગ્રણી રાજુભાઇ રાજવીર, સંજયભાઇ જોબનપુત્રા, અશ્વિનભાઇ જોબનપુત્રા (રાજકોટ), જીતેશભાઇ રાજવીર, કિરીટભાઇ રાજવીર, હર્ષદભાઇ કેશરીયા, હર્ષદરાય એસ. ભીંડોરા, સદગુરૂ આશ્રમના ટ્રસ્‍ટીઓ મહેશભાઇ રાજવીર, કૌશીકભાઇ સેજપાલ, હાર્દિકભાઇ કક્કડ, ભરતભાઇ, અશોક ભુદરલાલ રાજવીર, મહાજન આગેવાન વૃજલાલ રાજાણી, શૈલેષભાઇ કાનાબાર, મહેન્‍દ્રભાઇ (ભોપાભાઇ) રાજવીર, વાંકાનેર પાલીકાના પૂર્વ પ્રમુખ ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, રમેશભાઇ વોરા, વર્તમાન પાલીકા ઉ.પ્રમુખ હર્ષિતભાઇ સોમાણી, ઉપરાંત આટકોટના પત્રકાર વિજયભાઇ વસાણી, ટંકારાના ભાવિનભાઇ સેજપાલ તથા વાંકાનેરના લિતેશભાઇ ચંદારાણા સહીત સમગ્ર વાંકાનેર લોહાણા સમાજના તમામ લોકો ધંધા રોજગાર બંધ રાખી અંતિમ યાત્રામાં જોડાયા હતા. 

 આજે સાંજે બંન્ને પક્ષનું બેસણું

વાંકાનેરઃ સદગત સ્‍વ.વિનુભાઇ કટારીયાનું આજે સાંજે ૪ થી ૬ બન્ને પક્ષનું બેસણું દિવાનપરા- રાજવીર ભગવાનજી ખુશાલચંદ લોહાણા- મહાજન વાડી- વાંકાનેર ખાતે રાખેલ છે.

 

(2:46 PM IST)