હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બુલીયન માર્કેટમાં પુનઃ તેજીઃ ચાંદીમાં પ૦૦૦-સોનામાં ર૦૦૦ રૂા.નો ઉછાળો
ચાંદી ૧ કિલોના ભાવ ર,૧૪,૦૦૦ તથા સોનાના ભાવ ૧,૩૮,૩૦૦ ની નવી ઐતિહાસિક સપાટીએ

રાજકોટ, તા., રરઃ બુલીયન માર્કેટમાં નવા સપ્તાહના પ્રારંભે ફરી તેજીનો ચળકાટ જોવા મળ્યો હતો. ચાંદીમાં પ૦૦૦ અને સોનામાં ર૦૦૦ રૂપીયાનો ભાવવધારો થતા બંને કિંમતી ધાતુઓના ભાવએ નવી ઐતિહાસિક સપાટી સર કરી છે.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમા પ૦૦૦ રૂપીયાનો ઉછાળો થયો હતો. શનિવારે ચાંદી ૧ કિલોના ભાવ ર,૦૯,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ર,૧૪,૦૦૦ ની નવી ઐતિહાસિક સપાટી બનાવી છે. ગત સપ્તાહના અંતમાં ચાંદીના ભાવો સ્થિર રહયા બાદ આજે નવા સપ્તાહના પ્રારંભે ફરી તેજી જોવા મળી હતી. ચાંદીની સાથે સોનામાં પણ ર૦૦૦ રૂા. વધ્યા હતા. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને કારણે સ્થાનીક બજારમાં સોનામાં ર૦૦૦ રૂપીયાનો ભાવવધારો થયો હતો. શનિવારે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૩૬,૩૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૩૮,૩૦૦ ની નવી વિક્રમજનક સપાટી બનાવી છે .સોનાના બિસ્કીટમાં ર૦,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૩,૬૩,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૩,૮૩,૦૦૦ ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. વિશ્વ માર્કેટમાં રૂપીયો નબળો પડતા અને માંગ વધતા સોના-ચાંદીમાં ભાવવધારો થયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
