<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

મહારાષ્‍ટ્રમાં ભાજપે એક જ પરિવારના ૬ સભ્‍યોને ચૂંટણી લડાવી : તમામની હાર

મુંબઇ, તા.૨૨: મહારાષ્‍ટ્ર નગર નિગમ ચૂંટણીમાં નાંદેડની લોહા નગરપાલિકામાં ભાજપને મોટો ફટકો પડ્‍યો છે. પાર્ટીએ એક જ પરિવારના છ સભ્‍યોને ટિકિટ આપી હતી, પરંતુ તે બધા હારી ગયા.

મહારાષ્‍ટ્ર સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓમાં પોતાના વર્ચસ્‍વ વચ્‍ચે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને નાંદેડની લોહા નગરપાલિકામાં મોટો ફટકો પડ્‍યો, જ્‍યાં તેણે એક જ પરિવારના છ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, બધા છ ઉમેદવારો હારી ગયા. અજિત પવારની પાર્ટી અને મહાયુતિ ગઠબંધનના ભાગીદાર, રાષ્‍ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ ૨૦ કાઉન્‍સિલરો અને એક મ્‍યુનિસિપલ અધ્‍યક્ષ માટે યોજાયેલી ચૂંટણીમાં બધા છ ઉમેદવારોને હરાવ્‍યા.

લોહાના પ્રમુખ પદ માટે ભાજપે શહેરના પ્રભાવશાળી વ્‍યક્‍તિ ગજાનન સૂર્યવંશી પર ભરોસો કર્યો હતો. જોકે, તેમને NCP ઉમેદવાર દ્વારા હારનો સામનો કરવો પડ્‍યો, જેમનું નામ પણ શરદ પવાર જ હતું. ભાજપે સૂર્યવંશીના પરિવારમાંથી તેમના પત્‍ની ગોદાવરી સૂર્યવંશી, ભાઈ સચિન સૂર્યવંશી, ભાભી સુપ્રિયા સૂર્યવંશી, સાળા યુવરાજ વાઘમારે અને ભત્રીજાના પત્‍ની રીના વ્‍યાવહારેને ટિકિટ આપી હતી, પરંતુ તેમાંથી કોઈ જીતી શકયું નહીં.

 

(2:49 PM IST)