હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેશમાં બે નમૂના છે, એક અહીં બેઠા છે.. સીએમ યોગીના કટાક્ષથી યુપી વિધાનસભામાં હોબાળોઃ સપાનું વોકઆઉટ
કફ સિરપ કાંડ પર ગળહમાં પક્ષ-વિપક્ષ આમને સામનેઃ યોગીનો ‘બાબુઆ' અને વિદેશ પ્રવાસ પર આકરો પ્રહાર

લખનઉ, તા.૨૨: ઉત્તર પ્રદેશ વિધાનસભાનું શિયાળુ સત્ર અત્યારે રાજકીય અખાડો બની ગયું છે. કફ સિરપના મુદ્દે ચાલી રહેલી ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષી નેતાઓ પર એવા તીખા બાણ છોડ્યા કે આખું ગળહ ગાજી ઉઠ્યું. યોગીએ કોઈનું નામ લીધા વિના નમૂના શબ્દનો પ્રયોગ કરતા કહ્યું કે, દેશમાં બે નમૂના છે, એક યુપીમાં છે અને બીજો દિલ્હીમાં. તેમણે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પર કટાક્ષ કરતા ઉમેર્યું કે, અહીંનો બાબુઆ (છોકરો) ગંભીર મુદ્દાઓ છોડીને ટૂંક સમયમાં ઇંગ્લેન્ડના પ્રવાસે જશે. સીએમના આ નિવેદનથી ગુસ્સે ભરાયેલા સપાના ધારાસભ્યોએ ભારે હોબાળો મચાવ્યો અને અંતે વિરોધ પ્રદર્શન કરતા ગળહમાંથી વોકઆઉટ કરી ગયા.
વિવાદની શરૂઆત કફ સિરપથી થયેલા કથિત મળત્યુના મુદ્દે થઈ હતી. સપા ધારાસભ્ય અતુલ પ્રધાને ગળહમાં નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક સાથે આરોપીનો ફોટો લહેરાવીને સવાલ કર્યો કે, તમારું બુલડોઝર અત્યારે કયાં ગયું છે? આ આક્ષેપનો વળતો જવાબ આપતા મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી કે ઉત્તર પ્રદેશમાં કોડીન સિરપથી કોઈ મળત્યુ થયું નથી. જે મળત્યુ થયા છે તે તમિલનાડુમાં બનેલી સિરપને કારણે અન્ય રાજ્યોમાં થયા છે. યોગીએ સામો હુમલો કરતા કહ્યું કે, જે આરોપીઓ પકડાયા છે તેમને લાયસન્સ તો સપાના શાસનકાળ દરમિયાન જ મળ્યા હતા, એટલે કે ચોરની દાઢીમાં તણખલું જેવો આ ઘાટ છે.
દવાઓની ગુણવત્તા અને માફિયાગીરી પર બોલતા યોગી આદિત્યનાથે ગંભીર ખુલાસો કર્યો કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની તપાસમાં લોહિયા વાહિનીના એક પદાધિકારીના ખાતામાંથી શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. તેમણે ચેતવણી આપી કે જ્યારે ગુનેગારો પર બુલડોઝર ચાલશે ત્યારે વિપક્ષે હોબાળો ન કરવો જોઈએ. સરકારે અત્યાર સુધીમાં ૧૩૪ કંપનીઓ પર દરોડા પાડીને ૭૮ લોકોની ધરપકડ કરી હોવાની વિગતો આપતા સીએમએ કહ્યું કે, નકલી દવાઓનો વેપાર કરનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.
ગળહમાં નમૂના શબ્દ પર વિપક્ષના નેતા માતા પ્રસાદ પાંડેએ વાંધો ઉઠાવતા પૂછયું કે મુખ્યમંત્રી રાજકારણીઓ માટે આવી ભાષા કેમ વાપરે છે? જોકે, વિધાનસભા અધ્યક્ષે એમ કહીને બચાવ કર્યો કે સીએમએ કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ લીધું નથી. આ હાઈ-પ્રોફાઇલ ચર્ચાએ સાબિત કરી દીધું છે કે આગામી સમયમાં યુપીનું રાજકારણ વધુ ગરમાવાનું છે. એક તરફ સરકાર ગુનેગારો સામે કડક કાર્યવાહીનો દાવો કરી રહી છે, તો બીજી તરફ વિપક્ષ સત્તાધારી પક્ષ અને અપરાધીઓના કથિત સંબંધોને ઉજાગર કરવામાં કોઈ કસર છોડી રહ્યો નથી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
