હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
થાઈલેન્ડ-કંબોડિયા સરહદે ભભૂકેલી યુદ્ધની જ્વાળાઓ શાંત પાડવા મલેશિયામાં હાઈ-લેવલ બેઠક: શું દાયકાઓ જૂના વિવાદનો આવશે અંત?
ASEAN દેશોની મધ્યસ્થી વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની ભૂમિકા પર નજર; 41 લોકોના મોત અને લાખોના વિસ્થાપન બાદ શાંતિ સ્થાપવા કવાયત

કુઆલાલંપુર, તા. ૨૨ : દક્ષિણપૂર્વ એશિયાના બે પાડોશી દેશો, થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદ પર ચાલી રહેલી લોહિયાળ અથડામણોએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. આ હિંસક સંઘર્ષનો કાયમી ઉકેલ લાવવા માટે આજે મલેશિયાની રાજધાની કુઆલાલંપુર ખાતે દક્ષિણપૂર્વ એશિયાઈ દેશોના સંગઠન (ASEAN) ના ટોચના રાજદ્વારીઓની એક કટોકટી બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જુલાઈ મહિનામાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મલેશિયાની મધ્યસ્થી દ્વારા નક્કી કરાયેલા યુદ્ધવિરામને ફરી જીવંત કરવાનો છે.
લોહિયાળ સંઘર્ષ અને માનવીય સંકટ
ગયા 8 ડિસેમ્બરથી શરૂ થયેલી તાજી હિંસામાં અત્યાર સુધીમાં 41 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અંદાજે 10 લાખ જેટલા નિર્દોષ નાગરિકોને પોતાના ઘરબાર છોડી સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. બંને દેશોએ આ નવી દુશ્મનાવટ માટે એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યા છે, જેના કારણે પ્રાદેશિક અસ્થિરતાનો ભય પેદા થયો છે.
વિવાદનું મૂળ: 11મી સદીનું ઐતિહાસિક મંદિર
આ સમગ્ર વિવાદના મૂળમાં 11મી સદીમાં નિર્મિત 'પ્રેહ વિહાર મંદિર' છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલું આ મંદિર એક ઊંચી ખડક પર સ્થિત છે. વર્ષ 1962માં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયે આ મંદિર કંબોડિયાને સોંપ્યું હતું, પરંતુ તેની આસપાસની જમીનની માલિકી અંગે હજુ પણ બંને દેશો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ જ જમીનનો ટુકડો દાયકાઓથી સમયાંતરે થતી લશ્કરી અથડામણોનું કારણ બન્યો છે.
વાટાઘાટો અને શરતોની રાજનીતિ
મલેશિયાના વિદેશ પ્રધાને બેઠકની શરૂઆતમાં જ બંને પક્ષોને તાત્કાલિક અસરથી સંયમ રાખવા અને શાંતિ પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવા તાકીદ કરી છે. કંબોડિયાએ જણાવ્યું છે કે તેઓ શાંતિ અને સારા પાડોશી સંબંધો માટે પ્રતિબદ્ધ છે. બીજી તરફ, થાઈલેન્ડે સ્પષ્ટ કર્યું છે કે જો કંબોડિયા પહેલા યુદ્ધવિરામની ઘોષણા કરે અને તે "વાસ્તવિક અને ટકાઉ" જણાય, તો જ વાટાઘાટો આગળ વધી શકશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
