હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુપી વિધાનસભામાં 'નમૂના' પર જંગ: અખિલેશ યાદવે સીએમ યોગીને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું- 'દિલ્હી અને લખનૌ વચ્ચેની લડાઈ આટલી હદે પહોંચી જશે તેવી આશા નહોતી'
મુખ્યમંત્રીના 'બે નમૂના' અને 'બુલડોઝર' નિવેદનથી રાજકીય ગરમાવો; સપા સુપ્રીમોએ ભાજપના આંતરિક ડખા પર કર્યો કટાક્ષ - 'કોઈ નારાજ થશે તો ઘરે જવું પડશે'

લખનૌ:ઉત્તર પ્રદેશના રાજકારણમાં અત્યારે 'નમૂના' શબ્દને લઈને ભારે ધમાસાણ જોવા મળી રહ્યું છે. વિધાનસભામાં કોડીન કફ સિરપના મુદ્દે થયેલી ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વિપક્ષના નેતા અખિલેશ યાદવ સામસામે આવી ગયા હતા. સીએમ યોગીએ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ પર નિશાન સાધતા 'બે નમૂના' શબ્દનો પ્રયોગ કર્યો હતો, જેનો હવે અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર આકરો પલટવાર કર્યો છે.
અખિલેશ યાદવે એક્સ (X) પર પોસ્ટ કરીને ભાજપના આંતરિક સંઘર્ષ પર ચપટી લીધી હતી. તેમણે લખ્યું કે, "આ તો સ્વ-સ્વીકૃતિ છે! કોઈને અપેક્ષા નહોતી કે દિલ્હી (કેન્દ્ર સરકાર) અને લખનૌ (યુપી સરકાર) વચ્ચેની લડાઈ આ હદે પહોંચી જશે." અખિલેશે આડકતરી રીતે સંકેત આપ્યો હતો કે ભાજપમાં બધું બરાબર નથી અને મુખ્યમંત્રી પોતાની નારાજગી આ રીતે વ્યક્ત કરી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે બંધારણીય હોદ્દા પર બેઠેલા લોકોએ ગૌરવ જાળવવું જોઈએ.
આ અગાઉ, વિધાનસભામાં સીએમ યોગીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, "દેશમાં બે નમૂના છે - એક દિલ્હીમાં અને બીજો લખનૌમાં બેસે છે. જ્યારે પણ રાષ્ટ્રીય ચર્ચા થાય ત્યારે તેઓ દેશ છોડીને ભાગી જાય છે." તેમણે અખિલેશ યાદવ પર કટાક્ષ કરતા કહ્યું કે તમારા 'બાબુઆ' ફરીથી ઈંગ્લેન્ડ ભાગી જશે અને તમે લોકો અહીં માત્ર બૂમો પાડતા રહી જશો.
કોડીન કફ સિરપ મુદ્દે સ્પષ્ટતા કરતા સીએમ યોગીએ જણાવ્યું કે યુપીમાં તેનાથી કોઈ મૃત્યુ થયું નથી અને સરકાર આ કેસ કોર્ટમાં જીતી ગઈ છે. તેમણે આરોપ લગાવ્યો કે જે જથ્થાબંધ વેપારી પકડાયો છે તેને ૨૦૧૬માં સમાજવાદી પાર્ટીની સરકારે જ લાઇસન્સ આપ્યું હતું. યોગીએ ચેતવણી આપતા કહ્યું કે, "ચિંતા કરશો નહીં, સમય આવશે ત્યારે ફરી બુલડોઝર ચાલશે, ત્યારે બૂમો પાડતા નહીં." આ નિવેદન બાદ યુપીનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
