હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd December 2025
નિર્ભયા કેસના દોષિતોના વકીલ અને કોલસા કૌભાંડના અરજદાર એમ.એલ. શર્માનું નિધન
વિવાદાસ્પદ કેસો લડવા માટે જાણીતા અને સુપ્રીમ કોર્ટના વકીલ એમ.એલ. શર્મા હવે આપણી વચ્ચે રહ્યા નથી.

નવી દિલ્હી : દેશના બહુચર્ચિત કોલસા કૌભાંડમાં અરજદાર રહેલા અને નિર્ભયા ગેંગરેપ કેસમાં દોષિતોનો પક્ષ રજૂ કરનારા વકીલ એમ.એલ. શર્માનું નિધન થયું છે. તેઓ પોતાની જનહિતની અરજીઓ (પીઆઈએલ) અને વિવાદાસ્પદ નિવેદનો માટે અવારનવાર સમાચારોમાં રહેતા હતા.
તેમણે કલમ ૩૭૦ નાબૂદી સહિતના અનેક હાઈ-પ્રોફાઈલ મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરી હતી. કાનૂની જગતમાં તેઓ એક જાણીતા પણ વિવાદાસ્પદ વ્યક્તિત્વ તરીકે ઓળખાતા હતા. તેમના નિધનથી કાનૂની વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ છે.
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
