હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd December 2025
ભારત માટે ચિંતા: બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે ગુપ્ત સંરક્ષણ કરારની તૈયારી?
ભારતના પાડોશી દેશો બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલી નિકટતા ભારત માટે ચિંતાનો વિષય બની

નવી દિલ્હી: ભારતના પાડોશી દેશો બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલી નિકટતા ભારત માટે ચિંતાનો વિષય બની છે. અહેવાલો અનુસાર, બંને દેશો એક 'ખાનગી સંરક્ષણ કરાર' (સીક્રેટ ડિફેન્સ પેક્ટ) કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈ.એસ.આઈ. અને સૈન્ય અધિકારીઓએ તાજેતરમાં ઢાકાની મુલાકાત લીધી હતી. સૂત્રોનું કહેવું છે કે બાંગ્લાદેશનું સૈન્ય પ્રશાસન પાકિસ્તાન સાથે વ્યૂહાત્મક કરાર કરવા ઉત્સુક છે. જો આવું થાય, તો ભારત સામે 'ટુ-ફ્રન્ટ વોર' (બે મોરચે યુદ્ધ) જેવી સ્થિતિ સર્જવાનો પાકિસ્તાનનો ઈરાદો હોઈ શકે છે.
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
