<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

બાંગ્લાદેશમાં હિન્દુઓ અને વિદ્યાર્થી નેતાઓ પર હુમલા યથાવત: આઈએસઆઈના ષડયંત્રનો પર્દાફાશ

પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ બાંગ્લાદેશના રસ્તે ભારતમાં ઘૂસણખોરી કરાવવાનું મોટું ષડયંત્ર રચી રહી છે: ભારતીય ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી

નવી દિલ્હી/ઢાકા: બાંગ્લાદેશમાં અશાંતિનો માહોલ શમવાનું નામ નથી લઈ રહ્યો.  અહેવાલો મુજબ, બાંગ્લાદેશના ખુલના શહેરમાં વધુ એક વિદ્યાર્થી નેતા મોતાલેબ સિકદર પર જીવલેણ હુમલો થયો છે. હુમલાખોરોએ તેમને માથામાં ગોળી મારી હતી. આ ઘટના થોડા સમય પહેલા માર્યા ગયેલા શરીફ ઉસ્માન હાદીની હત્યા જેવી જ છે.
બીજી તરફ, ભારતીય ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી છે કે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ બાંગ્લાદેશના રસ્તે ભારતમાં ઘૂસણખોરી કરાવવાનું મોટું ષડયંત્ર રચી રહી છે. આ અહેવાલોને પગલે સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

 

(1:05 AM IST)