<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા એપ્સ્ટીનનો વિવાદાસ્પદ વીડિયો જાહેર થયા બાદ હટાવાયો

અમેરિકાના ન્યાય વિભાગે જેફરી એપ્સ્ટીનની જેલમાં કથિત આત્મહત્યાના પ્રયાસનો એક વીડિયો જાહેર કર્યો હતો, જેને નકલી હોવાની શંકા જાગતા થોડા સમય બાદ વેબસાઇટ પરથી દૂર કરી દેવામાં આવ્યો હતો.

 

યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ ફરી એકવાર જેફરી એપ્સ્ટીન કેસમાં વિવાદમાં આવ્યું છે. વિભાગે તાજેતરમાં ૧૨ સેકન્ડનો એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં એપ્સ્ટીનને જેલમાં આત્મહત્યાનો પ્રયાસ કરતા દર્શાવવામાં આવ્યો હતો. જોકે, આ વીડિયોની સત્યતા અંગે શંકાઓ ઉભી થતા થોડા જ સમયમાં તેને સત્તાવાર વેબસાઇટ પરથી હટાવી લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ વીડિયો કોઈ પણ સત્તાવાર નિવેદન વિના માત્ર તપાસ સંબંધિત દસ્તાવેજો સાથે અપલોડ કરવામાં આવ્યો હતો, જેના કારણે અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.

(10:00 AM IST)