News of Tuesday, 23rd December 2025
દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર VHPનું હલ્લાબોલ
ઢાકામાં ભારતીય હાઈ કમિશનની બહાર સશષા વાહનો તૈનાત બાંગ્લાદેશ વિરુદ્ધ નારેબાજીઃ જ્યાં સુધી હિન્દુઓની સુરક્ષા સુનિતિ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન અટકશે નહીં

નવી દિલ્હી, તા.૨૩: બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર થઈ રહેલા જીવલેણ હુમલા અને મૈમનસિંઘમાં દીપુ ચંદ્ર દાસની મોબ લિંચિંગની ઘટનાએ દક્ષિણ એશિયામાં રાજદ્વારી ભૂકંપ લાવી દીધો છે. દિલ્હીના ચાણકયપુરી વિસ્તારમાં સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ ન્યાયની માંગ સાથે મોરચો માંડ્યો છે. પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને માંગ કરી છે કે જ્યાં સુધી હિન્દુઓની સુરક્ષા સુનિヘતિ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન અટકશે નહીં. પરિસ્થિતિની ગંભીરતા જોતા દિલ્હી પોલીસે હાઈ કમિશનની આસપાસ લોખંડી બંદોબસ્ત ગોઠવીને આખા વિસ્તારને સીસીટીવી કેમેરાની કડક દેખરેખ હેઠળ મૂકી દીધો છે.
બીજી તરફ, બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સ્થિત ભારતીય હાઈ કમિશન પર હુમલાની દહેશતને પગલે ત્યાં સુરક્ષા વ્યવસ્થા યુદ્ધના ધોરણે વધારી દેવામાં આવી છે. ઢાકામાં ભારતીય દૂતાવાસના મુખ્ય દરવાજા પર બાંગ્લાદેશી સેનાના સશષા બખ્તરબંધ વાહનો તૈનાત કરવામાં આવ્યા છે. દીપુ દાસની હત્યા બાદ બાંગ્લાદેશમાં કટ્ટરપંથી સંગઠનો દ્વારા ભારત વિરોધી દેખાવો તેજ થયા છે, જેને પગલે ભારતીય રાજદ્વારીઓ અને કર્મચારીઓની સુરક્ષા માટે આ અસાધારણ પગલાં લેવાની ફરજ પડી છે. ચિત્તાગોંગ અને રાજશાહી જેવા શહેરોમાં પણ તણાવપૂર્ણ સ્થિતિ હોવાના અહેવાલો મળી રહ્યા છે.
રાજદ્વારી સ્તરે પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે નવી દિલ્હી અને સિલિગુડીમાં થયેલા વિરોધ પ્રદર્શનો સામે વાંધો ઉઠાવતા ભારતીય હાઈ કમિશનરને બોલાવીને વિરોધ નોંધાવ્યો છે. બાંગ્લાદેશનું કહેવું છે કે રાજદ્વારી સંસ્થાઓ સામેની ધમકીઓ અસ્વીકાર્ય છે. તેની સામે ભારત સરકારે પણ બાંગ્લાદેશમાં હિન્દુઓની જાન-માલની સુરક્ષા માટે ત્યાંની વચગાળાની સરકાર પર દબાણ વધાર્યું છે. વીએચપીના નેતાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પાડોશી દેશમાં લોહી વહેવાનું બંધ નહીં થાય, તો તેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર આ મુદ્દાને વધુ ઉગ્ર બનાવશે.
વર્તમાન સંજોગોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દાયકાઓ જૂના સંબંધો અત્યારે સૌથી કપરા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. દીપુ ચંદ્ર દાસની હત્યા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ ભારતીયોમાં ભારે આક્રોશ પેદા કર્યો છે. જ્યારે ઢાકામાં ભારતીય દૂતાવાસની બહાર તૈનાત સશષા વાહનો એ વાતની સાક્ષી પૂરે છે કે પરિસ્થિતિ કેટલી નાજુક છે. બંને દેશોની સુરક્ષા એજન્સીઓ અત્યારે હાઈ-એલર્ટ પર છે, કારણ કે એક નાની પણ હિંસક ઘટના દ્વિપક્ષીય સંબંધોને કાયમી નુકસાન પહોંચાડી શકે છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
