<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

સુરેન્‍દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ઇડી દ્વારા ધરપકડ

ગઇકાલ સવારથી કલેકટર ડો. રાજેન્‍દ્ર પટેલ સહિતને ત્‍યાં ઇડીની તપાસ દ્વારા કાર્યવાહીઃ જમીન પ્રકરણમાં ગેરરીતિ થતા તપાસનો ધમધમાટ

તસ્‍વીરમાં સુરેન્‍દ્રનગરના કલેકટર ડો. રાજેન્‍દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી તથા ગાડીઓનો કાફલો અને વકિલનું ઘર નજરે પડે છે. (તસ્‍વીર : ફઝલ ચૌહાણ-વઢવાણ) (પ-૧૧)

 (ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૨૪ :.. ગઈકાલે સુરેન્‍દ્રનગરના કલેક્‍ટર ડો. રાજેન્‍દ્ર પટેલ અને નાયબ મામલતદારને ત્‍યાં ઈડી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ત્‍યારબાદ ગત મોડી રાત્રીના સુરેન્‍દ્રનગર નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ઈડીએ ધરપકડ કરી છે.અને અમદાવાદ ગ્રામ્‍ય કોર્ટની વિશેષ અદાલતમાં પહોંચી છે. જયા સુરેન્‍દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ૧૪ દિવસના રિમાન્‍ડની માગ કરાશે.

વઢવાણમાં રહેતાં નાયબ મામતલદાર ચંદ્રસિંહ મોરીના ઘરે કાલે સવારે ૫ વાગ્‍યે ઇડી તપાસ અર્થે ત્રાટકી હતી. સાંજે  સુધી ન ઘરમાં કોઇને પ્રવેશ કરવા દીધો ન હતો. ૮ કલાકમાં એક વળદ્ધા ઘરમાંથી બહાર આવ્‍યા હતા. જેમને આંગણામાં જ રોકી દેવાયા હતા. ચંદ્રસિંહ મોરીની ક્‍લાર્ક તરીકે નિમણૂંક થઇ હતી.

અંદાજે અઢી-ત્રણ વર્ષથી તેઓ મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્‍યું છે. ઇડીની રાત્રે ૧૦ વાગે ફાઇલો લઇ રવાના થઇ વર્ષ ૨૦૧૫ની IAS બેંચમાં પાસ થયેલા ર્ડા.રાજેન્‍દ્રકુમાર એમ.પટેલે હિંમતનગર, સુરત બાદ ફેબ્રુઆરીમાં સુરેન્‍દ્રનગર કલેક્‍ટર પદે આવ્‍યા હતા. ઇડીએ વહેલી સવારે ૫ વાગે દરોડો પા્‌ડ્‍યો હતો. રાત્રે ૧૦ વાગ્‍યા આસપાસ ફાઇલો જપ્ત કરી રવાના થઇ હતી.

કલેક્‍ટરનું મોસાળ વિરમગામ, વતન ટેન્‍ટમાં પણ તપાસ બેનામી સંપત્તિના કેસમાં ઇડીએ તપાસ કરી ત્‍યારે કલેક્‍ટર ર્ડા.રાજેન્‍દ્રકુમાર એમ પટેલના મોસાળ વિરમગામના ડુમાણા અને વતન માંડલના ટેન્‍ટમાં અંદાજે ૭૦થી ૭૫ વીધા જેટલી જમીન ઓનાલાઇન સરકારી એપ્‍લીકેશનમાં રાજેન્‍દ્રકુમાર મહેન્‍દ્રકુમારના નામે જોવા મળી હતી. દિવસે વતન ટેન્‍ટમાં પણ તપાસ કરી હતી..કલેક્‍ટરના નામે અમદાવાદમાં ંફલેટ, અન્‍ય સ્‍થળે ૫ કરોડની જમીન છે. 

ડો.રાજેન્‍દ્ર પટેલ ૨૦૧૫ની બેંચના આઈએએસ અધિકારી

પ્રાપ્ત વિગતો મુજબ, ડો. રાજેન્‍દ્ર પટેલ ૨૦૧૫ની બેંચના આઈએએસ અધિકારી છે અને હાલમાં સુરેન્‍દ્રનગર જિલ્લાના કલેક્‍ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આજે વહેલી સવારથી તેમના સરકારી નિવાસસ્‍થાને ઈડીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું છે. તપાસ દરમિયાન વિવિધ દસ્‍તાવેજો, ફાઈલો અને નાણાકીય લેવડદેવડ સંબંધિત માહિતીની ચકાસણી કરવામાં આવી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્‍યું છે.     

સુરેન્‍દ્રનગર જિલ્લા કલેક્‍ટર ઓફિસમાં ચાલતા જુદી જુદી  ફાઈલોના ભાવોની ચકાસણી કરવામાં આવે તો પણ આ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્‍લાર્ક મયુર સિંહ ગોહિલને ત્‍યાંથી કરોડો રૂપિયાની સંપત્તિ મળી શકે તેવી ચર્ચા છે.

નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્‍લાર્ક મયુર ગોહિલ, ક્‍લાર્ક મહેન્‍દ્રસિંહ બારડને જ્‍યારથી આ બિન ખેતીની જમીનના ટેબલો આપવામાં આવ્‍યા છે. ત્‍યારથી અત્‍યાર સુધીમાં કેટલા ચોરસ મીટર જમીનને બિનખેતીના હુકમ આપવામાં આવ્‍યા અને કેટલી જમીનોના પ્રકરણ દફતરે કરવામા આવ્‍યા અને દફતરે અગરના મંજૂરના કારણોની તપાસ કરવાની પણ જરૂરિયાત ઊભી થઈ છે. નજીવા કારણોસર અને તંત્રની બેદરકારી હોવા છતાં અનેક ખેડૂત અરજદારોને હેરાન કરવામાં આવે છે. બિનખેતીની મંજુર ફાઈલો તથા ના મંજૂર ફાઈલોની વિગતો ચકાસવામાં આવે તો પણ ચોરસ મીટર ૧૦ રૂપિયા મુજબની રકમનો આંકડો મેળવવામાં આવે તો અબજો રૂપિયા સુધી આ કૌભાંડ પહોંચી શકે તેમ છે. અને આ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્‍લાર્ક મયુરસિંહ ગોહિલ વગેરેની સંપત્તિની ચકાસણી કરવામાં આવે તો પણ મસ મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.

ચંદ્રસિંહ મોરીના નિવાસસ્‍થાને પણ ઈડીના દરોડા

આ ઉપરાંત નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્‍થાને પણ ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બંને અધિકારીઓ સાથે સંકળાયેલા બેનામી વ્‍યવહારો અને શંકાસ્‍પદ નાણાકીય લેવડદેવડ અંગે તપાસ કરવામાં આવી રહી હોવાની શકયતા દર્શાવવામાં આવી રહી છે. જોકે, ઈડી દ્વારા સત્તાવાર રીતે તપાસના મુદ્દા અંગે કોઈ સ્‍પષ્ટ માહિતી જાહેર કરવામાં આવી નથી.

મોડી રાત્રે સુધીનું

ઈડીસર્ચ ઓપરેશન

ઈડીની કાર્યવાહી દરમિયાન સુરક્ષાનો કડક બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે અને કોઈ પણ બાહ્ય વ્‍યક્‍તિને નિવાસસ્‍થાને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. સર્ચ ઓપરેશન લાંબા સમય સુધી ચાલે તેવી શકયતા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે વધુ સ્‍પષ્ટતા થવાની શકયતા છે. આ ઘટનાને લઈને રાજકીય અને વહીવટી વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે. સરકારી તંત્રમાં ઉચ્‍ચ અધિકારીઓ સામે આવી કાર્યવાહી થતા પારદર્શિતા અને જવાબદારી અંગે ફરી એક વખત ચર્ચા ઊભી થઈ છે. લોકો હવે ઈડીની તપાસના પરિણામોની રાહ જોઈ રહ્યા છે અને જો આરોપો સાબિત થાય તો કડક કાર્યવાહી થવાની અપેક્ષા વ્‍યક્‍ત કરી રહ્યા છે.

સુરેન્‍દ્રનગરના એક વકીલની પણ ભૂમિકા હોવાનું

સામે આવ્‍યું

દસાડા તાલુકાના નાવિયાણી ગામ અને લખતર તાલુકાના તલસાણા ગામના કૌભાંડ બાબતે ઈડીના દરોડા પડ્‍યા હોવાની ચર્ચાં ચાલી રહી છે. સુરેન્‍દ્રનગરના એક વકીલની પણ ભૂમિકા હોવાનું સામે આવ્‍યું છે, એના ત્‍યાં પણ ઇડીના અધિકારીઓ ગયા હતા. આ ઉપરાંત કલેક્‍ટરના પીએની પણ આમાં ભૂમિકા હોવાની ચર્ચાં છે.

પીએને બદલવાની હિંમત

કોઈ કલેક્‍ટરની નથી

    જિલ્લા કલેકટરના પીએ તરીકે વર્ષોથી એક જ વ્‍યક્‍તિ તે જગ્‍યા ઉપર ચીટકીને બેસી રહી છે. જેની બદલી જિલ્લા કલેકટર કે. રાજેશ દ્વારા કરવામાં આવી હતી.  તેના  માથા પરિણામો પણ કે.

રાજેશે પટેલ  છે. તેને લઈને કોઈ પણ કલેક્‍ટર સુરેન્‍દ્રનગર જિલ્લામાં પોતાનો ચાર્જી સંભાળે તેઓએ પીએ તરીકે ફક્‍ત એક જ વ્‍યક્‍તિને રાખવો પડી રહ્યા છે. જે વ્‍યક્‍તિ જ  જિલ્લા કલેકટરને ડુબાડવામાં મહત્‍વની  સાબિત થઈ રહી હોવાનું લોક મુખે તથા જિલ્લાના અધિકારીઓમાં ચર્ચાઇ રહ્યું છે. (પ-૧ર)

(10:51 AM IST)