<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

રશિયાએ ક્રિસમસના તહેવાર ટાણે જ યુક્રેન પર ભયંકર હવાઈ હુમલો કરતા યુદ્ધ વધુ ઉગ્ર બન્યું: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને દખલ કરવા અપીલ કરી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા લાંબા યુદ્ધમાં રશિયાએ અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક હવાઈ હુમલો કરીને યુક્રેનને હચમચાવી દીધું છે. ક્રિસમસના પાવન પર્વ પહેલા જ કરવામાં આવેલા આ હુમલાને કારણે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ મોસ્કો સામે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે.

 

ઝેલેન્સકીએ આંતરરાષ્ટ્રીય સમુદાય અને વિશ્વના શક્તિશાળી દેશોને તાત્કાલિક દબાણ લાવવા અપીલ કરી છે. તેમણે રોષભેર જણાવ્યું હતું કે, રશિયાને હવે રાજદ્વારી પ્રયાસોને નબળા પાડવાની મંજૂરી આપી શકાય નહીં. યુદ્ધનો અંત લાવવાની અને શાંતિ સ્થાપવાની હવે સંપૂર્ણ જવાબદારી મોસ્કોની છે. 

 

આ હુમલાને કારણે યુક્રેનની ઉર્જા વ્યવસ્થા અને રહેણાંક વિસ્તારોને મોટું નુકસાન થયાના અહેવાલો છે, જેનાથી કડકડતી ઠંડીમાં નાગરિકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

(9:37 AM IST)