News of Wednesday, 24th December 2025
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની ઈરાનને સ્પષ્ટ ચિમકી સાથે સલાહ: 'આગથી દૂર રહો, ટ્રમ્પનો હાથ પકડી લો'

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં અમેરિકાએ ઈરાનને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું છે કે સંઘર્ષની આગથી દૂર રહીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મંત્રણાનો માર્ગ અપનાવવો જ હિતાવહ છે.
સંયુક્ત રાષ્ટ્ર (યુએન) સુરક્ષા પરિષદની મળેલી મહત્વની બેઠકમાં ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. આ બેઠકમાં અમેરિકાએ રાજદ્વારી શિષ્ટાચારની સાથે સાથે ઈરાનને સીધી ચેતવણી પણ આપી દીધી હતી. ટ્રમ્પ વહીવટીતંત્ર અને ઈસ્લામિક રિપબ્લિક ઈરાન વચ્ચે પરમાણુ કરાર સહિતના મુદ્દે હજુ પણ મતભેદો ઉંડા છે.
બેઠક દરમિયાન અમેરિકી પ્રતિનિધિ ઓર્ટાગસે ઈરાનને સલાહ આપતા કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બંને કાર્યકાળ દરમિયાન ઈરાન તરફ હંમેશા રાજદ્વારી હાથ લંબાવ્યો છે. તેમણે ટિપ્પણી કરી હતી કે, "રાજદ્વારી હાથ પકડવાને બદલે તમે આગમાં હાથ નાખવાનું ચાલુ રાખ્યું છે."
તેમણે ઈરાનને કડક શબ્દોમાં સલાહ આપી હતી કે, "આગથી દૂર રહો અને રાષ્ટ્રપતિ ટ્રમ્પનો હાથ પકડી લો. આ હાથ તમારા તરફ શાંતિ માટે લંબાવવામાં આવ્યો છે." આ નિવેદન ટ્રમ્પની 'ડીલ મેકર' તરીકેની છબી અને તેમની કડક વિદેશ નીતિનો સંકેત આપે છે.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
