News of Wednesday, 24th December 2025
કેનેડાના ટોરોન્ટોમાં ભારતીય મૂળની મહિલા હિમાંશી ખુરાનાની નિર્મમ હત્યા: ૩૨ વર્ષીય આરોપી અબ્દુલ ગફૂરી સામે વોરંટ જારી

કેનેડાના ટોરોન્ટો શહેરમાં ૩૦ વર્ષીય ભારતીય મૂળની મહિલા હિમાંશી ખુરાનાની હત્યા થતા ભારતીય સમુદાયમાં શોક અને રોષની લાગણી ફેલાઈ છે. પોલીસે ૩૨ વર્ષીય શંકાસ્પદ અબ્દુલ ગફૂરી સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે.
કેનેડામાં ભારતીયો પરના હુમલા અને ગુનાખોરીની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ટોરોન્ટોથી મળતા આઘાતજનક સમાચાર મુજબ, ત્યાં સ્થાયી થયેલી ૩૦ વર્ષીય ભારતીય મૂળની મહિલા હિમાંશી ખુરાનાની હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિક ભારતીય સમુદાયમાં ભય અને દુઃખનો માહોલ છે. ભારતીય કોન્સ્યુલેટે પણ આ ઘટના અંગે ઘેરો શોક વ્યક્ત કર્યો છે અને પીડિત પરિવારને મદદની ખાતરી આપી છે.
ટોરોન્ટો પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આ કેસમાં મુખ્ય શંકાસ્પદ તરીકે ૩૨ વર્ષીય અબ્દુલ ગફૂરીની ઓળખ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી હાલ ફરાર છે અને તેની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર કેનેડામાં ભારતીયોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
