<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

ડોનાલ્ડ ટ્રમ્પનું વિવાદાસ્પદ વલણ: 'મારી સાથે અસહમતી ધરાવનાર ફેડરલ રિઝર્વના ચેરમેન ન બની શકે'

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ રિઝર્વના ચેરમેન પદ અંગે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે મારી નીતિઓ સાથે અસહમત હોય તેવી કોઈ પણ વ્યક્તિ આ પદ પર રહી શકે નહીં.

 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશની મધ્યસ્થ બેંક એટલે કે 'ફેડરલ રિઝર્વ'ની સ્વાયત્તતા અંગે નવેસરથી ચર્ચા જગાવી છે. એક જાહેરાતમાં ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "મારી સાથે અસહમતી રાખીને કોઈપણ વ્યક્તિ ફેડરલ રિઝર્વનો ચેરમેન બની શકશે નહીં."

 

ટ્રમ્પનું માનવું છે કે દેશની આર્થિક નીતિઓ અને રાષ્ટ્રપતિના વિઝન સાથે મધ્યસ્થ બેંકના વડાના વિચારો સુમેળમાં હોવા જોઈએ. જો કે, આર્થિક નિષ્ણાતો આ નિવેદનને ફેડરલ રિઝર્વની સ્વતંત્રતા પરના તરાપ તરીકે જોઈ રહ્યા છે. પરંપરાગત રીતે ફેડરલ રિઝર્વ રાજકીય દબાણથી મુક્ત રહીને વ્યાજદરો અને નાણાકીય નીતિઓ નક્કી કરતી હોય છે, પરંતુ ટ્રમ્પના આ નિવેદને સ્પષ્ટ કર્યું છે કે તેઓ અર્થતંત્ર પર પણ પોતાનું સીધું નિયંત્રણ ઈચ્છે છે.

(9:42 AM IST)