News of Wednesday, 24th December 2025
અમે ભારતના સૌથી મોટા ભાગેડુ છીએઃ લલિત મોદીએ વિજય માલ્યા સાથે મળીને ભારતની મજાક ઉડાવી
લલિત મોદીએ વીડિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે ચાલો ભારતમાં ઇન્ટરનેટ પર ફરીથી ધૂમ મચાવીએ

નવી દિલ્હી,તા.૨૪: ઇન્ડિયન પ્રીમિયર લીગના પૂર્વ કમિશનર લલિત મોદી લંડનમાં ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા સાથે પાર્ટી કરતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં લલિત મોદી કટાક્ષ કરતા ખુદને અને માલ્યાને ભારતના સૌથી મોટા ભાગેડુ કહીને બોલાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેને દેશની મજાક ઉડાવવા તરીકે જોવાઈ રહ્યું છે.
લલિત મોદીએ આ વીડિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે ચાલો ભારતમાં ઇન્ટરનેટ પર ફરીથી ધૂમ મચાવીએ. જન્મદિવસ મુબારક મારા દોસ્ત વિજય માલ્યા. લવ યૂ. તેનાથી ભાગેડુ ઉદ્યોગપતિ સાથે તેની દોસ્તીનું ખુલ્લું પ્રદર્શન સ્પષ્ટ દેખાય છે.
આ પોસ્ટને ભારત સરકારની ઘોર મજાક ઉડાવવા બરાબર જોવાઈ રહ્યું છે. જે લલિત મોદી અને વિજય માલ્યાના પ્રત્યાર્પણની વર્ષોથી કોશિશ કરી રહી છે. લલિત મોદી ૨૦૧૦માં ભારત છોડીને જતો રહ્યો છે, જ્યારે વિજય માલ્યા ૨૦૧૬થી ફરાર છે.
આમ તો આ કંઈ પહેલી વાર નથી, જ્યારે આ બંને ભાગેડુ એક સાથે પાર્ટી કરતા વીડિયો શેર કર્યો હોય. આ મહિનાની શરૂઆતમાં લલિત મોદીએ ભાગેડુ વેપારી વિજય માલ્યા માટે લંડનમાં એક ભવ્ય બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું.
લલિત મોદીએ પોતાના ઘરે રાખેલી આ પાર્ટીને શાનદાર અને ગ્રાન્ડ ગણાવી હતી. દુનિયાભરના દોસ્તો તેમાં આવ્યા હતા. માલ્યાને કિગ ઓફ ગુડ ટાઇમ્સ ગણાવ્યા હતા. પૂર્વ શરાબ વેપારીના ૭૦ વર્ષ પૂરા થવા પર તેમણે માલ્યાને સુખ સમૃદ્ધિની શુભકામના આપી હતી.
ગેસ્ટ લિસ્ટમાં કથિત રીતે બાયોકોનની સંસ્થાપક કિરણ મજૂમદાર-શો, અભિનેતા ઇદરીસ અલ્બા અને ફેશન ડિઝાઇનર મનોવિરાજ ખોલસા સામેલ હતા. તસવીરમાં મજૂમદાર શો ખોસલા સાથે પોઝ આપતા અને એલ્બા સાથે પણ વાતચીત કરતા દેખાઈ રહ્યા છે
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
