News of Wednesday, 24th December 2025
દેવું ભરી ન શકતો હોય તો પત્નીને ૧૨૦૦૦ના ૪૨૦૦૦ ચુકવ્યા છતાં વ્યાજખોરનું પેટ ન ભરાયું
મધ્ય પ્રદેશમાં ગુનાના મધુસુદનગઢ વિસ્તારમાં વ્યાજખોરીનો એક શરમજનક અને અમાનવીય કિસ્સો સામે આવ્યો

ગુના,તા.૨૪: મધ્ય પ્રદેશમાં ગુનાના મધુસુદનગઢ વિસ્તારમાં વ્યાજખોરીનો એક શરમજનક અને અમાનવીય કિસ્સો સામે આવ્યો છે. એક ગરીબને ૧૨ હજાર રુપિયા ઉધારના બદલામાં ૪૨ હજાર ચુકવવા પડ્યા. તેમ છતાં વ્યાજખોરની લાલચ ખતમ થઈ નહીં. હદ તો ત્યારે થઈ જ્યારે આરોપી વ્યાજખોરે દેવા માફીના બદલામાં યુવકની પત્નીને લઈને ખોરી દાનત રાખી ગંદી માગણી કરી દીધી. પીડિતે કલેક્ટર કાર્યાલયમાં લોક સુનાવણીમાં પોતાની આપવીતી જણાવી હતી, જ્યાં અધિકારીઓએ આ મામલાની ગંભીરતા જોતા પોલીસને તપાસના આદેશ આપ્યા છે.
પીડિત યુવકે જણાવ્યું કે, તેણે પરવરિયાના રહેવાસી વ્યાજખોર રાકેશ કલાવત પાસેથી ૧૨ હજાર ઉધારે લીધા હતા. જે ઘરની આર્થિક તંગીના કારણે જરુર હતા. વ્યાજની સાથે તે અત્યાર સુધીમાં ૪૨ હજાર રુપિયા આપી ચુક્યો છે, છતાં પણ આરોપી રાકેશ તેની પાસેથી વધારે પૈસા માગી રહ્યો છે. ૪૨ હજાર લીધા બાદ પણ રાકેશનું પેટ નથી ભરાયું. પીડિતે આરોપ લગાવ્યો કે પૈસા ખતમ થતાં રાકેશે યુવકની બાઈક છીનવી લીધી અને સતત મારપીટ તથા જાનથી મારી નાખવાની ધમકી આપતો રહ્યો. અને હવે તો એક દિવસ ગંદી ડિમાન્ડ પણ કરી દીધી.
પીડિતે કહ્યું કે, જ્યારે મેં દેવું ચુકવવાની ના પાડી તો રાકેશે કહ્યું કે, એક રાત માટે તારી પત્નીને મારી પાસે મોકલી દે, તો બધું દેવું માફ કરી દઈશ. પીડિત યુવકે કહ્યું કે મારી પત્ની અને પરિવાર ડરના માર્યા જીવી રહ્યા છે. પત્નીએ પણ રડતા જણાવ્યું કે આરોપીનો વ્યવહાર એટલો ડરામણો છે કે તે ઘરમાંથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.
આ મામલો મધુસુદનગઢ તાલુકાના પરવરિયા ગામનો છે. જ્યાં વ્યાજખોરીની સમસ્યા ગ્રામિણ અર્થવ્યવસ્થાને ચૂસી રહી છે. પીડિતે પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં, જેનાથી મજબૂરીમાં તેને લોક સુનાવણીની મદદ લેવી પડી. આપને જણાવી દઈએ કે, પીડિત ગામના નબળા વર્ગમાંથી આવે છે. આ વાતથી ગામના લોકોમાં પણ નારાજગી છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
