<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

તુર્કીમાં મોટી વિમાન દુર્ઘટનાઃ લિબિયાના સૈન્‍ય પ્રમુખ સહિત ૮ લોકોના મોત

એક મોટી વિમાન દુર્ઘટનાથી વિશ્વભરમાં હોબાળો મચી ગયોઃ ટેકનિકલ ખામીના કારણે અકસ્‍માત થયો હોવાનું સામે આવ્‍યું : લગભગ ૪૦ મિનિટ પછી વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. લિબિયન લશ્‍કરી વડા અને અન્‍ય ચાર લોકોને લઈ જનારા ફાલ્‍કન-૫૦ ખાનગી જેટનો કાટમાળ અંકારા નજીક મળી આવ્‍યો

અંકારા તા.૨૪: તુર્કીમાં એક મોટી વિમાન દુર્ઘટનામાં વિશ્વભરમાં હોબાળો મચી ગયો છે. આ ઘટનામાં લિબિયાના સૈન્‍ય પ્રમુખ મુહમ્‍મદ અલી અહેમદ અલ-હદ્દાદ સહિત ૮ લોકોના મોત થયા છે. લિબિયન વડા પ્રધાન અબ્‍દુલ-હામિદ દબેબેહે તુર્કીમાં વિમાન દુર્ઘટના અંગે માહિતી આપી છે. ખાનગી જેટમાં લિબિયાના સૈન્‍ય વડા, ૪ અન્‍ય અધિકારીઓ અને ૩ ક્રૂ સભ્‍યો સવાર હતા. આ દુર્ઘટનામાં તમામના મોત થયા હતા. લિબિયન અધિકારીઓએ જણાવ્‍યું હતું કે, આ દુર્ઘટના ટેકનિકલ ખામીને કારણે થઈ હતી.

લિબિયન વડા પ્રધાન અબ્‍દુલ-હામિદ દબેબેહે દેશના લશ્‍કરી વડા મુહમ્‍મદ અલી અહેમદ અલ-હદ્દાદ સહિત ૮ લોકોના મોતની પુષ્ટિ કરી છે. મંગળવારે સાંજે જ્‍યારે લિબિયન પ્રતિનિધિમંડળ તુર્કીની રાજધાની અંકારાની સત્તાવાર મુલાકાતથી દેશ પરત ફરી રહ્યું હતું, ત્‍યારે આ અકસ્‍માત થયો હતો. વડા પ્રધાન દબેબેહે આ ઘટનાને આકસ્‍મિક અને અત્‍યંત દુઃખદ ગણાવી હતી અને કહ્યું હતું કે, તે લિબિયા માટે એક મોટું નુકસાન છે.

અકસ્‍માત બાદ, અંકારા એરપોર્ટ અસ્‍થાયી રૂપે બંધ કરવામાં આવ્‍યું હતું અને ઘણી ફલાઇટ્‍સ ડાયવર્ટ કરવામાં આવી હતી. અકસ્‍માતના કારણની તપાસ ચાલી રહી છે. આ ઘટનાને લિબિયાની સુરક્ષા અને રાજકીય પરિલ્લશ્‍ય માટે ગંભીર આંચકો માનવામાં આવે છે. લિબિયાના વડા પ્રધાન અબ્‍દુલ-હામિદ દબેબેહ આ ઘટના અંગે તુર્કીના રાષ્ટ્રપતિ અને અન્‍ય નેતાઓ અને અધિકારીઓના સંપર્કમાં છે. અકસ્‍માતમાં મોતને ભેટેલા અન્‍ય ચાર અધિકારીઓમાં અલ-ફિતોરી ઘરાઇબેલ, બ્રિગેડિયર જનરલ મહમૂદ અલ-કતાવી, ચીફ ઓફ સ્‍ટાફના સલાહકાર મોહમ્‍મદ અલ-અસાવી દિઆબ અને ચીફ ઓફ સ્‍ટાફના કાર્યાલયમાં લશ્‍કરી ફોટોગ્રાફર મોહમ્‍મદ ઓમર અહેમદ મહજુબનો સમાવેશ થાય છે.

તુર્કીના ગૃહમંત્રી અલી યેરલિકાયાએ જણાવ્‍યું હતું કે, મંગળવારે રાત્રે ૮:૩૦ વાગ્‍યે વિમાને અંકારાના એસેનબોગા એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. અહેવાલ મુજબ, લગભગ ૪૦ મિનિટ પછી વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. લિબિયન લશ્‍કરી વડા અને અન્‍ય ચાર લોકોને લઈ જનારા ફાલ્‍કન-૫૦ ખાનગી જેટનો કાટમાળ અંકારા નજીક મળી આવ્‍યો છે.

એવું માનવામાં આવે છે કે, ખરાબ હવામાનને કારણે વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. વિમાને અગાઉ અંકારાના દક્ષિણમાં આવેલા હેમાના જિલ્‍લા નજીક ઇમરજન્‍સી લેન્‍ડિંગ સિગ્નલ મોકલ્‍યો હતો. વિમાન લેન્‍ડિંગ સિગ્નલ મોકલી શકે તે પહેલાં, સંપર્ક તૂટી ગયો હતો. થોડીવાર પછી, હેમાના જિલ્‍લા પર આકાશમાં એક તેજસ્‍વી પ્રકાશ દેખાયો, જેના કારણે સુરક્ષા એજન્‍સીઓ દોડી ગઈ હતી.

મુહમ્‍મદ અલી અહેમદ અલ-હદ્દાદ પヘમિ લિબિયામાં ટોચના લશ્‍કરી કમાન્‍ડર હતા અને યુએન-દલાલી વાટાઘાટો હેઠળ લિબિયાના વિભાજિત દળોને એક કરવાના પ્રયાસોમાં તેમને મુખ્‍ય ખેલાડી માનવામાં આવતા હતા. મંગળવારે તેઓ તુર્કીની સત્તાવાર મુલાકાતે અંકારામાં હતા, જ્‍યાં તેમણે તુર્કીના સંરક્ષણ પ્રધાન યાસર ગુલેર અને અન્‍ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ત્‍યારબાદ તેઓ મોડી સાંજે અંકારાથી પોતાના દેશ પાછા ફરી રહ્યા હતા.

પヘમિ લિબિયાના ટોચના લશ્‍કરી કમાન્‍ડર મુહમ્‍મદ અલી અહેમદ અલ-હદ્દાદ દસોલ્‍ટ ફાલ્‍કન ૫૦ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા. દસોલ્‍ટ ફાલ્‍કન ૫૦ વિમાન (9H-DFS) હાર્મની જેટ્‍સ દ્વારા સંચાલિત એક સુપર મિડ-સાઇઝ, ટ્રિપલ-એન્‍જિન બિઝનેસ જેટ હોવાનું કહેવાય છે. આ વિમાન ૧૯૮૮ માં બનાવવામાં આવ્‍યું હતું અને તેમાં ૧૦ મુસાફરો બેસી શકે છે. તે Wi-Fi અને અન્‍ય આધુનિક સુવિધાઓથી સજ્જ છે

(1:00 PM IST)