<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

ઉકળતા તેલમાં હાથ નાખી યુવતીએ ભજીયા બહાર કાઢયા

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલઃ જોઈને મોટાભાગના યુઝર્સ ચોંકી ગયા છે

નવી દિલ્‍હી તા.૨૪: ઠંડીની સીઝનમાં ભજીયા ખાવા કોને ન ગમે. લોકો આ સિઝનમાં ખાસ બહાર ભજીયા ખાવા માટે જતા હોય છે. પરંતુ શું તમે કોઈને ઉકળતા તેલમાં હાથ નાખીને ભજીયા કાઢતા જોયા છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે, કારણકે હાલ સોશિયલ મીડિયા પર આવી જ એક યુવતીનો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર આ યુવતી કાનપુર સમોસા ગર્લ તરીકે પ્રખ્‍યાત છે. જોકે તેનું નામ શીખા છે. યુઝર્સ આ યુવતીનો વીડિયો જોઈને લોકો નવાઈ પામી જાય છે.

વાયરલ થયેલ આ વીડિયોમાં યુવતી મરચાના ભજીયા તળી રહી છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે આ યુવતી ભજીયા કાઢવા માટે કોઈ સાધનનો ઉપયોગ નથી કરી રહી. પરંતુ સીધું તેના હાથ અંદર નાખીને તેલના તાવડામાંથી ગરમા ગરમ ભજીયા બહાર કાઢી રહી છે. આ વીડિયો જોઈને મોટા ભાગના યુઝર્સ પણ ચોંકી ગયા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ત્‍યાં ઉભેલો એક ગ્રાહક જ્‍યારે પોતાની ખાતરી માટે ભજીયાને અડે છે ત્‍યારે તેનો હાથ ગરમ લાગે છે. જેનાથી એ વસ્‍તુ તો ક્‍લિયર થઈ કે તાવડામાં જે તેલ છે તે ખરેખરમાં ઉકળતું તેલ છે.

ઉલ્‍લેખનીય છે કે યુવતીના ઇન્‍સ્‍ટાગ્રામ અને ફેસબુક પર ૧ લાખ કરતા પણ વધારે ફોલોવર્સ છે. ઉકળતા તેલમાં હાથ નાખીને ભજીયા કેવી રીતે કાઢી શકે તે સૌથી મોટો સવાલ છે. તેની દુકાને જે પણ ગ્રાહક આવે છે તે આ યુવતીને ગરમ તેલમાં હાથ નાખતી જોઈને ચોંકી જાય છે. હાલ સોશિયલ મીડિયા પર આ યુવતી ચર્ચાનું કેન્‍દ્ર બની છે.

 

(10:15 AM IST)