<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

કેનેડાઃ ટોરોન્ટોમાં ભારતીય મૂળની મહિલા હિમાંશી ખુરાનાની હત્યા

૩૨ વર્ષીય આરોપી અબ્દુલ ગફુરી સામે વોરંટ જારી

નવી દિલ્હી, તા.૨૪: કેનેડાના ટોરોન્ટોમાં બનેલી આ હૃદયદ્રાવક ઘટના, જેણે ત્યાં વસતા ભારતીય સમુદાયને કેનેડાના ટોરોન્ટોમાં વધુ એક ભારતીય દીકરી હિંસાનો ભોગ બની છે, જેના સમાચારથી ભારત અને કેનેડા બંને દેશોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

૩૦ વર્ષીય ભારતીય નાગરિક હિમાંશી ખુરાનાની રહસ્યમય રીતે હત્યા કરવામાં આવી છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે શુક્રવારની રાત્રે હિમાંશી ગુમ થઈ હોવાની ફરિયાદ પોલીસને મળી હતી. બીજા દિવસે સવારે જ્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, ત્યારે ટોરોન્ટોના એક મકાનમાંથી તેની લાશ મળી આવતા આખો વિસ્તાર સ્તબ્ધ થઈ ગયો હતો. ટોરોન્ટો પોલીસે આ ઘટનાને ફર્સ્ટ-ડિગ્રી મર્ડર એટલે કે પૂર્વ આયોજિત હત્યા ગણાવીને તપાસ તેજ કરી છે.

તપાસમાં જે તથ્યો સામે આવ્યા છે તે અત્યંત ચોંકાવનારા છે. પોલીસને શંકા છે કે આ હત્યા પાછળ હિમાંશીનો જ નજીકનો પરિચિત અને કથિત પ્રેમી અબ્દુલ ગફૂરી જવાબદાર છે. ૩૨ વર્ષીય અબ્દુલ ગફૂરી હાલ ફરાર છે અને તેની ધરપકડ માટે સમગ્ર કેનેડામાં વોરંટ જારી કરવામાં આવ્યું છે. તપાસકર્તાઓનું માનવું છે કે આ કિસ્સો ઇન્ટિમેટ પાર્ટનર વાયોલન્સ એટલે કે અંગત સંબંધોમાં થતી હિંસાનો હોઈ શકે છે. જો કોર્ટમાં અબ્દુલ સામે ગુનો સાબિત થશે, તો તેને કેનેડિયન કાયદા મુજબ આજીવન કેદની સજા થઈ શકે છે.

આ ઘટનાની ગંભીરતાને જોતા ટોરોન્ટોમાં સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ તાત્કાલિક એકશન મોડમાં આવ્યું છે. દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આઘાત વ્યકત કરતા જણાવ્યું કે તેઓ આ કેસ પર સતત નજર રાખી રહ્યા છે. ભારતીય અધિકારીઓ કેનેડાની સ્થાનિક પોલીસ અને તપાસ એજન્સીઓના સીધા સંપર્કમાં છે જેથી ગુનેગારને વહેલી તકે પકડી શકાય. દૂતાવાસે હિમાંશીના પરિવાર સાથે પણ વાતચીત કરી છે અને તેમને કાયદાકીય તેમજ પાર્થિવ દેહને ભારત લાવવા જેવી તમામ શક્ય મદદ કરવાની ખાતરી આપી છે. કેનેડામાં રહેતા ભારતીય સમુદાયમાં અત્યારે અસુરક્ષા અને આક્રોશની લાગણી જોવા મળી રહી છે.

(2:39 PM IST)