<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

ચાંદીમાં તોફાની તેજી યથાવતઃ વધુ ૫૦૦૦ રૂા.ના ઉછાળા સાથે ભાવ ૨,૨૫,૦૦૦ની નવી ટોચે

સોનામાં વધુ ૫૦૦રૂા.નો ભાવવધારોઃ સોનાના ભાવ ૧,૪૧,૦૦૦ની નવી સપાટીએ

રાજકોટ તા.૨૪: બુલીયન માર્કેટમાં ચાંદીમાં તેજીનો તરખાટ યથાવત રહયો છે. આજે વધુ ૫૦૦૦ રૂા.નો ઉછાળો થતા ચાંદીના ભાવે ૨,૨૫,૦૦૦ની નવી ઐતિહાસીક સપાટી બનાવી છે.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનિક બજારમાં ચાંદીમાં આજે વધુ ૫૦૦૦ રૂા.નો ભાવ વધારો થયો હતો. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ૨,૨૦,૦૦૦ રૂા. હતા તે આજે વધીને ૨,૨૫,૦૦૦ રૂા.ની ઓલટાઇન હાઇ સપાટી બનાવી છે. ગઇકાલે ૭૦૦૦ રૂા. વધ્‍યા બાદ આજે વધુ ૫૦૦૦રૂા.નો ઉછાળો થતા ર દિ'માં ચાંદીમાં ૨૦૦૦ રૂા.નો તોંતીગ ભાવવધારો થયો છે.

ચાંદીની સાથે સોનામાં ૫૦૦રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૪૦,૫૦૦ હતા તે વધીને આજે ૧,૪૧,૦૦૦નો નવી ટોચની સપાટી બનાવી હતી.

અમેરિકામાં આવતા વર્ષે વ્‍યાજ દરમાં વધુ ઘટાડો થવાની શકયતાએ અને ડોલરનો વેૈશ્વિક ઇન્‍ડેકક્ષ ઘટતા વૈશ્વિક સોના-ચાંદીમાં ફંડોની ખરીદી ચાલુ રહેતા સોના-ચાંદીના ભાવોમાં સતત તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને ચાંદીમાં મર્યાદિત પુરવઠા વચ્‍ચે ઉદ્યોગોની માંગ વધતા ચાંદીમાં તોફાની તેજી જોવા મળી રહી હોવાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્‍યું હતું.(૨.૧૩)

(2:49 PM IST)