હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સંસદ પરિસરમાં હવે સ્માર્ટ ચશ્મા, સ્માર્ટ વોચ જેવા ડિવાઈસ પર પ્રતિબંધ
સંસદની સુરક્ષા અને ગોપનીયતાને વધારે ચુસ્ત કરવા માટે લોકસભા સચિવાલયે એક મહત્ત્વનું પગલું ભર્યું

નવી દિલ્હી તા.૨૫: સંસદની સુરક્ષા અને ગોપનીયતાને વધારે ચુસ્ત કરવા માટે લોકસભા સચિવાલયે એક મહત્ત્વનું પગલું ભર્યું છે. બુધવારે સચિવાલયે તમામ સાંસદોને સંસદ પરિસરની અંદર સ્માર્ટ ચશ્મા, પેન કેમેરા અને સ્માર્ટ વોચ જેવા આધુનિક ડિજિટલ ઉપકરણોના ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
લોકસભા દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના બુલેટિનમાં સાંસદોને યાદ અપાવ્યું છે કે હાલમાં દેશમાં અત્યાધુનિક ટેકનિકથી સજ્જ ઉપકરણોની ભરમાર છે. સચિવાલયે ચેતવણી આપી છે કે આ ઉપકરણોનો દુરુપયોગ સાંસદોની પર્સનલ ગોપનીયતામાં અડચણરૂપ થઈ શકે છે અને સંસદીય વિશેષાધિકારોનું ગંભીર ઉલ્લંઘન બની શકે છે.
સચિવાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશમાં કહેવાયું છે કે આજકાલ બજારમાં સ્માર્ટ ચશ્મા, પેન કેમેરા અને સ્માર્ટ વોચ જેવા અત્યાધુનિક ડિજિટલ ઉપકરણો મોટા પાયે મળી રહ્યા છે, તેમાંથી અમુક ઉપકરણોનો ઉપયોગ એ રીતે થઈ રહ્યો છે કે જે સદસ્યોની પ્રાઇવસી સાથે સમાધાન કરી શકે છે અને સંસદીય મર્યાદાનો ભંગ કરી શકે છે.
સચિવાલયે સાંસદોને ખાસ આગ્રહ કર્યો છે કે તેઓ પાર્લિયામેન્ટ એસ્ટેટના કોઈ પણ ભાગમાં આવા કોઈ પણ ઉપકરણનો ઉપયોગ ન કરે, જેનાથી સુરક્ષા વ્યવસ્થા પ્રભાવિત થાય અથવા અન્ય સભ્યોની પ્રાઇવસીને ખતરો થાય.
જાણકારો અનુસાર, ટેકનિકના આ જમાનામાં જાસૂસી અથવા રેકોર્ડિગ માટે ઉપયોગ થનારા ઉપકરણો આટલા નાના અને સામાન્ય દેખાતા થઈ ગયા છે કે તેમને ઓળખવા મુશ્કેલ થઈ જાય છે. એક સામાન્ય દેખાતા ચશ્મા અથવા પેન પણ વીડિયો રેકોર્ડિંગ અથવા ઓડિયો સાંભળવાની ક્ષમતા ધરાવે છે. સંસદની અંદર થનારી ચર્ચા અને સંવેદનશીલ ગતિવિધિઓ સુરક્ષિત રહે, એ ઉદ્દેશ્યથી આ ગાઇડલાઇન જાહેર કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
