હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાત સૌથી વધુ વાહનોની સંખ્યા ધરાવતું દેશનું પાંચમું રાજ્ય

નવી દિલ્હી તા.૨૫: દેશમાં સૌથી વધુ વાહનોની સંખ્યા ધરાવતું ગુજરાતનો પાંચમો કંમાક છે. રાજયમાં દરવર્ષે નવા વાહનોની સંખ્યામાં સરેરાશ એક નવા લાખનો વધારો થાય છે. જે ટ્રાફિક અને પ્રદૂષણ માટે લાલબત્તી સમાન છે.
ગુજરાતની અંદાજિત વસ્તી સાડા સાત કરોડ છે. રાજ્યમાં વાહનોની સંખ્યા ૨.૭૮ કરોડને પાર થઈ ચુકી છે. દરવર્ષે વાહનોનો ગ્રોથ રેટ સતત ઊંચો જઈ રહ્યો છે. વાહનોની ખરીદી માટે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મોખરે છે. છેલ્લાં પાંચથી દરવર્ષે સરેરાશ એક લાખ નવા વાહનોની ખરીદી થાય છે. રાજ્યમાં વર્ષ ૨૦૨૦માં ૧૧.૨૪ લાખ વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું. ૨૦૨૦-૨૧માં ૧,૩૨,૧૭૪, ૨૦૨૧-૨૨માં ૩,૧૨,૨૯૩, ૨૦૨૨-૨૩માં ૨,૫૨,૪૯૯, ૨૦૨૩-૨૪માં ૭૭,૭૯૯ અને ૨૦૨૪-૨૫માં નવા વાહનોની સંખ્યા ૧,૫૦,૭૩૪ થઈ છે. વર્ષ ૨૦૨૫ સમાપ્ત થવાને હજુ સાત દિવસ બાકી છે, ત્યાં તા.૨૪ સુધી રાજ્યમાં વાહનોની સંખ્યા ૨૦.૪૯ લાખને કોસ થઈ ગઈ છે. રાજ્ય વાહનોની વધતી જતી સંખ્યાથી
રોડ પર ટ્રાફિકની જટિલતા વધી રહી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટના અસરકારક સંચાલનને અભાવે લોકો ખાનગી વાહનોનો ઉપયોગ વધી કરે છે. જેથી જાહેર રોડ-રસ્તા પર ટ્રાફિક બેકાબૂ થઈ રહ્યો છે. વાહનોની બેકાબુ વૃદ્ધિ ભવિષ્યમાં ટ્રાફિક વ્યવસ્થાપન મોટો પડકાર બની શકે છે. ટ્રાફિકની સમસ્યા મોટા શહેરોમાં તો ઠીક પણ છેવડાના વિસ્તાર સુધી વકરેલી છે. આ ઉપરાંત વાહનના ધુમાડાથી વાયુ પ્રદૂષણમાં પણ વધતું જાય છે. ઉલ્લેખનિય છે કે, મેટ્રો, ઈલેક્ટ્રિક બસ અને સાઈકલ ટ્રેકના યોગ્ય આયોજન સહિતની સુવિધાની તાતી જરૂર છે.(૩૮.૨૦)
ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં બે વર્ષમાં ૭૯,૪૫૨નો ઘટાડો
રાજ્યમાં ૨૦૨૦માં BOV (ઈલેક્ટ્રિક) વાહનો ૧.૧૨૪ હતા. જે બાદ BOVની સંખ્યા ૨૦૨૧માં ૯.૭૬૪, ૨૦૨૨માં ૬૮,૯૮૯ અને ૨૦૨૩માં ૮૮,૬૧૬ થઈ હતી. તે સંખ્યા ૨૦૨૪માં ઘટીને ૫૦,૦૨૪ અને ૨૦૨૫માં ૯,૧૬૪ થઈ હતી. ૨૦૨૩ કરતા ૨૦૨૪માં ૩૮.૫૯૨ અને ૨૦૨૪ની સરખામણીમાં ૨૦૨૫માં ૪૦,૮૬૦નો ઘટાડો થયો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
