<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

અમેરિકાના કેલિફોર્નિયામાં કુદરતી આફત: ભારે વરસાદ અને તોફાનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારો જળબંબાકાર

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં ભારે વરસાદ અને વાવાઝોડાએ તારાજી સર્જી છે. અનેક શહેરોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે.

કેલિફોર્નિયામાં નાતાલના સમયે જ કુદરતી આફત ત્રાટકી છે. 'એટમોસ્ફિયરિક રિવર' (વાતાવરણીય નદી) નામની કુદરતી ઘટનાને કારણે કેલિફોર્નિયાના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ અને તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ભારે વરસાદને પગલે લોસ એન્જલસ સહિતના દક્ષિણ કેલિફોર્નિયાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને પૂરની સ્થિતિ નિર્માણ પામી છે.

તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા અને પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાના આદેશો આપવામાં આવ્યા છે, કારણ કે ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) થવાનો મોટો ભય તોળાઈ રહ્યો છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાયો છે અને વીજળી ગુલ થવાના બનાવો પણ બન્યા છે. સ્થાનિક ગવર્નરે કટોકટીની સ્થિતિ જાહેર કરીને બચાવ કામગીરી તેજ બનાવી છે. 

હવામાન વિભાગે આગામી કલાકોમાં હજુ પણ વધુ વરસાદ પડવાની આગાહી કરી છે.

(1:07 PM IST)