News of Thursday, 25th December 2025
કથા શ્રવણ કરવુ એ પણ અમૃત સમાન છેઃ પૂ.મોરારીબાપુ
ભગવાન શ્રી તિરૂપતિ બાલાજીના સાનિધ્યમાં તિરૂમલામાં આયોજીત ‘માનસ ત્રિપતિ' શ્રી રામકથાનો આજે છઠ્ઠો દિવસ

રાજકોટ તા.૨૫: ‘કોઇપણ કથા શ્રવણ કરવી એ અમૃત સમાન જ છે. પ્રેમ જ અમૃત છે. સાંભળવુ એ સુધાર છે'' તેમ પૂ.મોરારીબાપુઅ શ્રી તિરૂપતિ બાલાજી ભગવાનના સાનિધ્યમાં તિરૂમલામાં આયોજીત ‘‘માનસ ત્રિપતિ'' શ્રી રામકથાના આજે છઠ્ઠા દિવસે જણાવ્યું હતું.
પૂ.મોરારીબાપુએ શ્રીરામકથામાં પાંચમાં દિવસે કહયું કે, ગીતા એ વૈશ્વિક ગ્રંથ છે. અહીં તિરુમલાની સ્વચ્છતામાંથી આપણે કંઈક શીખ લેવી જોઈએ એમ પણ કહ્યું., એકબીજાનાં સુખ-દુઃખમાં ભાગ પડાવે રાજનીતિ ન હોય એવી લક્ષ્મી. એ પછી રાજ્ય લક્ષ્મી-જેમાં સારી હોસ્પિટલ હોય. મારું ચાલે તો નિઃશુલ્ક સારવાર આદર સાથે મળે એવું કરું. રાજકોટમાં દ્વારકાપીઠના શંકરાચાર્ય દ્વારા નિઃશુલ્ક હોસ્પિટલ માટે ચાલી રહેલી વાતને પણ બાપુએ યાદ કરી અને કહ્યું કે રસ્તા સારા હોવા જોઈએ. વાહન વ્યવહારની સુવિધા તેમજ સારા મહાવિદ્યાલય હોવા જોઈએ. ખાબોચિયાને સાગર કહીએ એવું નહીં પણ ખરેખર વિશ્વવિદ્યાલય અને સારા વિદ્યાના ધામ હોવા જોઈએ. કોઈ ભુખ્યો અશિક્ષિત અને બીમાર ન હોય અને કોઈપણ પ્રકારની લાંચ વગર ઓફિસર કામ કરે એવું હોવું જોઈએ. ભ્રષ્ટાચાર એ લંકાનો સ્વભાવ છે, હિન્દુસ્તાનનો નહીં. કોઈનું શોષણ ન થાય એ રાજ્ય લક્ષ્મી છે.
જે અનિત્યને નિત્ય મોહને પ્રેમ સમજી લે એ અવિદ્યા છે. રાષ્ટ્રનો નાયક પોતાની પ્રજાના પાલન માટે ઉપભોગ શૂન્ય થઈને કામ કરે, એવું વાલ્મીકિ કહે છે. વિશ્વ લક્ષ્મી મારી દ્રષ્ટિમાં મા જાનકી છે. જનક્સુતા જગજનની ભવાની છે. પાંચમી પરા લક્ષ્મી જે બધાથી ઉપર અને એ છે ગુરૂ. કારણ કે શ્રી ગુરૂ પદ નખ જ્યોતિ અને શ્રી ગુરૂચરણ સરોજ રજ... એવું લખ્યું છે. ગુરૂ પરા લક્ષ્મી છે અને ગુરૂની અંદર જ્યારે શ્રી એટલે કે લક્ષ્મીનું સ્વરૂપ કહ્યું છે ત્યારે ગીતાજીએ કહેલી સાત સાત વિભૂતિઓ શ્રી કિર્તિ, યશ, ક્ષમા, મેધા વગેરે હોય છે? તેમ પુ.મોરારીબાપુએ જણાવ્યું હતું.
પૂ.મોરારીબાપુએ વધુમાં કહયુ કે, ગાંધીબાપુએ ખૂબ કામ કર્યું પણ એની પણ પહેલાં સંતોએ આના ઉપર ખૂબ કામ કર્યું છે. નરસિંહ મહેતાએ પણ ખૂબ કામ કર્યું છે. મહેતા કોઈને અવૈષ્ણવ ન માનતા. એ કહેતા કે અહીં બધા બ્રહ્મ છે. બુદ્ધ બ્રહ્મ અને આત્માને નકારે છે પણ કહે છે કે તું જ બ્રહ્મ છો, તું જ આત્મા છો, અપ્પદીપો ભવઃ. સાધુ કોઈને બદલવા નથી માગતો પણ સાધુની પાસે જઈએ ને આપણે બદલાઇ જઈએ છીએં. સમાજને બદલવાની કોશિશ કરે એ સાધુ નહીં પણ સુધારક કે સ્વીકારક છે. કોઈનું સામીપ્ય આપણને સુધારે છે. ગામમાં વ્યસન ના હોય.ગામને આપણે અયોધ્યા, મિથિલા કે વળંદાવન ન બનાવી શકીએ પણ ગોકુળ બનાવીએ. રાવણની લંકા સોનાની હોવા છતાં એનો મહિમા નથી. માનસમાં મિથિલા-વિદેહ નગરી છે. લંકા દેહ નગરી અને અયોધ્યા ધર્મનગરી છે. એ કંઈ ન કરી શકો તો ગામને નંદીગ્રામ બનાવો.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
