<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

મુંબઈમાં જમીન ૨,૨૫૦ કરોડમાં વેચાઈ : ભારતની સૌથી મોંઘી લેન્ડ ડીલ ?

મુંબઈની વાત કરીએ મુંબઈમાં રેલવેની એક અઢી એકરની લેન્ડ ડીલ આ બીડને કારણે ભારતના રિયલ એસ્ટેટ માર્કેટમાં દીર્ઘકાલીન ભાડાપટ્ટી હક (લીઝ)ની લીલામી માટે એક નવો વિક્રમ રચી દીધો

મુંબઈઃ અઢી એકરના એક જમીનના ટૂકડાની કિંમત ઓછામાં ઓછું એક કરોડ રૂપિયા કે વધુમાં વધુ ૧૦૦ કરોડ રૂપિયા હોઈ શકે. આ ભાવ જમીન ક્યા લોકેશન પર આવેલી છે એના આધારે ઓછી વધુ હોઈ શકે છે. પરંતુ મુંબઈની વા ત કરીએ મુંબઈમાં રેલવેની એક અઢી એકરની લેન્ડ ૨,૨૫૦ કરોડ રૂપિયામાં વેચાઈ છે અને આ સાથે જ આ ડીલ મુંબઈ જ નહીં પણ ભારતની સૌથી મોંઘી લેન્ડ ડીલ બની ગઈ છે. સાઉથ મુંબઈના મહાલક્ષ્મી ખાતે આવેલા જમીનના આ ટૂકડાની રેલવે મંત્રાલય હેઠળ આવતા રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા લીલામી કરવામાં આવી હતી.

૨.૫ એકરના પ્લોટ માટેની સૌથી મોટી બોલીઃ એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ૨.૫ એકરના આ પ્રાઈમ પ્લોટ માટે અત્યાર સુધી લગાવવામાં આવેલી આ સૌથી મોટી બીડ છે. આ બીડને કારણે ભારતના રિયલ એસ્ટેટ માર્કેટમાં દીર્ઘકાલીન ભાડાપટ્ટી હક (લીઝ)ની લીલામી માટે એક નવો વિક્રમ રચી દીધો છે. આ ઓકશનમાં દેશના અનેક મોટા ડેવલપર્સે હાજરી આપી હતી. આ ઓકશનમાં ચાર અગ્રણી ડેવલપર્સે પ્લોટ માટે બોલી લગાવી હતી.

કોણે લગાવી છે આટલી જંગી બોલી? : દિનેશચંદ્ર આર અગ્રવાલ ઈન્ફેકોન આ પ્લોટ માટે બોલી લગાવવામાં અગ્રેસર હતા અને તેમણે જ ૨,૨૫૦ કરોડ રૂપિયામાં આ પ્લોટ લીઝ પર લીધો હતો. આ સિવાય શોભા રિયાલ્ટીએ ૧,૨૩૨ કરોડ રૂપિયાની તો લોઢા ગ્રુપે ૧,૧૬૧ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આરએમઝેડ ગ્રુપના એક યુનિટે પણ આ ઓકશનમાં ભાગ લીધો હતો.

મહાલક્ષ્મી જ કેમ? : વાત કરીએ મહાલક્ષ્મીમાં આવેલી આ જમીનને આટલી મોંઘી કિંમતે લીઝ પર કેમ લેવામાં આવી એની તો રિયલ એસ્ટેટ એકસપર્ટ્સના જણાવ્યા અનુસાર આ મુંબઈમાં અને એમાં પણ ખાસ કરીને મહાલક્ષ્મી જેવા પોશ એરિયામાં, મોકાની જગ્યાની ખૂબ જ માગણી છે. નિષ્ણાતોના મતે, મહાલક્ષ્મી એ મુંબઈનું એવું કેન્દ્ર છે જે રેલ્વે, કોસ્ટલ રોડ અને બિઝનેસ હબ સાથે ખૂબ જ સારી કનેકિટવિટી પણ ધરાવે છે.

૯૯ વર્ષના લીઝની શરતોઃ આ જમીન ૯૯ વર્ષના ભાડાપટ્ટા પર આપવામાં આવી છે. આ પ્લોટની અનામત કિંમત ?૯૯૩ કરોડ રાખવામાં આવી હતી, પરંતુ બોલી તેનાથી બમણાથી પણ વધુમાં ગઈ છે.

ચુકવણીની શરતોઃ સૌથી વધુ બોલી લગાવનાર ડેવલપરને શરૂઆતમાં રૂ.૧૦૦ કરોડ ચૂકવવા પડશે.

કુલ રકમ આગામી ૮ વર્ષમાં ચૂકવવાની રહેશે.

કુલ રકમના ૮૦% હિસ્સો પ્રથમ ૬ વર્ષમાં જ જમા કરાવવો પડશે

(3:27 PM IST)