હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાંગ્લાદેશમાં લોહીલુહાણ ખેલ: દીપુ દાસ બાદ હવે સમ્રાટ મંડલની 'મોબ લિંચિંગ': હિન્દુઓમાં ભયનો માહોલ!
૯ વર્ષીય યુવકને ભીડવાળા બજારમાં ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યો : કટ્ટરપંથીઓ દ્વારા નવા-નવા બહાના હેઠળ હિન્દુઓને ટાર્ગેટ કરવાનો સિલસિલો યથાવત : યુનુસ સરકારની મૌન ભૂમિકા પર ઉઠ્યા ગંભીર સવાલો

ઢાકા: બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના શાસન હેઠળ લઘુમતી હિન્દુઓ પર અત્યાચારની સીમાઓ ઓળંગાઈ રહી છે. દીપુ ચંદ્ર દાસની કરપીણ હત્યાના આઘાતમાંથી હજુ દુનિયા બહાર આવી નથી, ત્યાં રાજબારી જિલ્લાના પંગશામાં વધુ એક હિન્દુ યુવાન, ૨૯ વર્ષીય સમ્રાટ મંડલની નિર્મમ હત્યા કરવામાં આવી છે. બુધવારે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ જ્યારે સમ્રાટ હોસૈનડાંગાના જૂના બજારમાં હતો, ત્યારે અચાનક આવેલા આતંકવાદીઓના ટોળાએ તેને ઘેરી લીધો હતો. આ વખતે ગુનેગારોએ 'ધર્મનિંદા'નું જૂનું બહાનું છોડીને 'ખંડણી'નો નવો આરોપ લગાવી ભીડને ઉશ્કેરી હતી અને જાહેરમાં તેને ત્યાં સુધી માર માર્યો જ્યાં સુધી તેના પ્રાણ પંખેરૂ ઊડી ન ગયા.
ઘટના સમયે હાજર પોલીસ હંમેશાની જેમ માત્ર પ્રેક્ષક બનીને તમાશો જોતી રહી અને જ્યારે બધું પતી ગયું ત્યારે તપાસના નામે કાગળિયા દોડાવવાનું શરૂ કર્યું છે. પંગશા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ મૃતક યુવકને ગુનાહિત ઈતિહાસ ધરાવતો ગણાવીને મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ સ્થાનિક હિન્દુ સમુદાયમાં આને એક સુનિયોજિત હત્યાકાંડ ગણાવવામાં આવી રહ્યો છે. દીપુ દાસની હત્યા બાદ જે રીતે હિન્દુઓના ઘરોને રાત્રિના અંધારામાં બહારથી તાળા મારીને સળગાવી દેવાની ઘટનાઓ બની છે, તે જોતા સ્પષ્ટ થાય છે કે અહીં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે અને આતંકવાદી તત્વોને છૂટો દોર મળી ગયો છે.
સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આટલી ગંભીર ઘટનાઓ અને માનવાધિકારના ઉલ્લંઘન છતાં મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ અને તેમની સરકાર મૌન ધારણ કરીને બેઠી છે. ઇન્ટરનેશનલ મીડિયા અને સોશિયલ મીડિયા પર હિન્દુઓની દુર્દશાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે, છતાં સરકાર તરફથી રક્ષણ કે આશ્વાસનનો એક શબ્દ પણ ઉચ્ચારવામાં આવ્યો નથી. આ બેદરકારી અને નબળા વહીવટને કારણે જ કટ્ટરપંથીઓના હોંસલા બુલંદ થયા છે, જેના પરિણામે બાંગ્લાદેશમાં વસતા હિન્દુ પરિવારો હવે પલાયન કરવા મજબૂર બન્યા છે અથવા સતત મોતના છાયા હેઠળ જીવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
