હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુપ્રીમ કોર્ટના 10 'બ્રહ્માસ્ત્ર' જેવા ચુકાદા: 2025માં ન્યાયતંત્રએ સામાન્ય માણસના હક માટે બુલડોઝરથી લઈ પર્સનલ લોન સુધીના નિયમો બદલી નાખ્યા!
ન્યાયનો સૂર્યોદય: ICUમાં હાથકડી પર પ્રતિબંધ, ઘરના અધિકારને મૂળભૂત હક ગણાવ્યો અને રખડતા કૂતરાઓ માટે નવી ગાઈડલાઈન - જાણો સર્વોચ્ચ અદાલતના ક્રાંતિકારી નિર્ણયો

નવી દિલ્હી : વર્ષ 2025 ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. આ વર્ષે સુપ્રીમ કોર્ટે નાગરિકોના મૂળભૂત અધિકારો, પર્યાવરણની જાળવણી અને ન્યાયિક પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે અનેક સીમાચિહ્નરૂપ ચુકાદાઓ આપ્યા છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે કાયદો માત્ર સજા આપવા માટે નથી, પરંતુ માનવીય ગરિમા જાળવવા માટે પણ છે.
વર્ષની શરૂઆતમાં જ કોર્ટે માનવતાવાદી અભિગમ અપનાવતા હોસ્પિટલના ICUમાં આરોપીને હાથકડી પહેરાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જસ્ટિસની બેન્ચે કહ્યું કે, ગુનો ગમે તેટલો ગંભીર હોય, સારવાર દરમિયાન દર્દી સાથે સાંકળથી બાંધેલો વ્યવહાર અમાનવીય છે. આ ઉપરાંત, પર્યાવરણ ક્ષેત્રે અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા નક્કી કરી છે, જોકે તેમાં માત્ર 100 મીટરથી વધુ ઊંચા પહાડોનો જ સમાવેશ કરાતા પર્યાવરણવિદોમાં ચિંતા પણ જોવા મળી છે.
બુલડોઝર ન્યાય પર 'બ્રેક' અને મહિલાઓને કમાન્ડ રોલ: સૌથી વધુ ચર્ચિત નિર્ણય 'બુલડોઝર કાર્યવાહી' પર આવ્યો હતો. કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે યોગ્ય નોટિસ અને કાયદાકીય પ્રક્રિયા વગર કોઈનું ઘર તોડી પાડવું ગેરબંધારણીય છે. મકાન ધરાવવું એ હવે દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. સેનામાં પણ ક્રાંતિ લાવતા કોર્ટે મહિલા અધિકારીઓને માત્ર સ્ટાફ ભૂમિકા પૂરતા મર્યાદિત રાખવાને બદલે તેમને કાયમી કમિશન અને કમાન્ડ રોલ આપવાનો ઐતિહાસિક આદેશ આપ્યો છે.
શહેરોમાં વધતા રખડતા કૂતરાઓના ત્રાસ અંગે કોર્ટે વચગાળાના આદેશમાં સુધારો કરતા જણાવ્યું કે, માત્ર બીમાર અને આક્રમક કૂતરાઓને જ આશ્રયસ્થાનોમાં રાખવામાં આવશે. ડિજિટલ યુગની જરૂરિયાતને સમજતા સોશિયલ મીડિયા પર હાનિકારક સામગ્રી રોકવા માટે AI સ્ક્રીનિંગનો આદેશ આપ્યો છે, પરંતુ શરત એ છે કે આ સ્ક્રીનિંગ સરકારને બદલે કોઈ સ્વતંત્ર સંસ્થા દ્વારા થવું જોઈએ જેથી વાણી સ્વાતંત્ર્ય જળવાઈ રહે. લોટરી ટેક્સ પર રાજ્યોનો અધિકાર અને બિઝનેસ સોદામાં 24% વ્યાજ દરની માન્યતા જેવા આર્થિક નિર્ણયોએ પણ વેપાર જગતમાં સ્પષ્ટતા આણી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
