હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહારાષ્ટ્રમાં અજિત પવારની NCPના 40 સ્ટાર પ્રચારકો સ્થાનિક ચૂંટણીમાં વોટ માંગશે: ઘણા અનુભવી નેતાઓના નામ ગાયબ
અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ મહારાષ્ટ્રની 29 નગર નિગમોની આગામી ચૂંટણીઓ માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી

મુંબઈ : અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ ગુરુવારે રાજ્યની 29 નગર નિગમોની આગામી ચૂંટણીઓ માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી. એનસીપીના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સુનીલ તટકરે દ્વારા આ યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં પાર્ટીના હાઈ-પ્રોફાઈલ નેતાઓ અને અગ્રણી સભ્યોનો સમાવેશ થાય છે, જેઓ રાજ્યભરમાં પાર્ટીના પ્રચારનું નેતૃત્વ કરશે.
આ યાદીમાં નાયબ મુખ્યપ્રધાન અજિત પવારનું નામ ટોચ પર છે, ત્યારબાદ વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેનું નામ આવે છે. અગ્રણી મંત્રીઓ અને નેતાઓમાં હસન મુશરફ, નવાબ મલિક, ધનંજય મુંડે, નરહરી ઝિરવાલ, અદિતિ તટકરે અને મુશ્તાક અંતુલે જેવા પ્રભાવશાળી નામોનો સમાવેશ થાય છે.
પાર્ટીમાં અનુભવી નેતાઓ અને યુવા ચહેરાઓના મિશ્રણનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં અમોલ મિટકરી, રૂપાલી ચકણકર, સમીર ભુજબલ, ફિલ્મ સ્ટાર સાયલી શિંદે, રાજ્ય વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અન્ના બંસોડ, સના મલિક અને જીશાન સિદ્દીકીનો સમાવેશ થાય છે. સાથે જ, એવું માનવામાં આવે છે કે જો એનસીપીને મહાગઠબંધનમાં યોગ્ય બેઠકો નહીં મળે તો તેઓ બંને મ્યુનિસિપલ સંસ્થાઓમાં એકલા હાથે ચૂંટણી લડવા તૈયાર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
