<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

જમ્મુ કાશ્મીરના અનંતનાગ બજારમાં સક્રિય લશ્કર આતંકી દેખાયો : સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો

સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની ક્વિક રિએક્શન ટીમમાં તૈનાત

જમ્મુ કાશ્મીરના અનંતનાગ શહેરમાં એક સક્રિય લશ્કર આતંકી દેખાયા બાદ સુરક્ષાદળોએ મોટા પ્રમાણમાં વિસ્તારને કોર્ડન કર્યો અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. મળતી માહિતી મુજબ આતંકીને સ્થાનિક બજાર વિસ્તારમાં ચાલતો જોવામાં આવ્યો હતો. આ સુચના મળતા જ સુરક્ષા દળોએ તરત જ વિસ્તારને કોર્ડન કરીને તપાસ અભિયાન શરૂ કરી દીધું છે.

આ અભિયાનમાં સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની ક્વિક રિએક્શન ટીમમાં તૈનાત કરવામાં આવ્યા છે. અનંતનાગના ડેન્ઝરપોરા અને કાજીબાગ વિસ્તારને પુરી રીતે ઘેરી લેવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન વિસ્તારમાં લોકોની અવરજવર પર કડક નજર રાખવામાં આવી રહી છે અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ જે આતંકીની શોધખોળ કરવામાં આવી રહી છે, તેની ઓળખ લતીફ ભટ તરીકે થઈ છે.

 


 

(11:27 PM IST)