<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

વડાપ્રધાન મોદી આજે ‘વીર બાળ દિવસ’ નિમિત્તે દિલ્હીમાં રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે સંવાદ કરી રહ્યા છે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાનારા ‘વીર બાળ દિવસ’ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે અને આ પ્રસંગે તેઓ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતા બાળકો સાથે વાતચીત કરી રહ્યા છે. આ દિવસ શીખ ગુરુ ગોવિંદ સિંહજીના સાહિબજાદાઓની શહાદતની યાદમાં ઉજવવામાં આવે છે.

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે, ૨૬ ડિસેમ્બરના રોજ રાજધાની દિલ્હીમાં યોજાઈ રહેલા વિશેષ કાર્યક્રમમાં ભાગ લેશે. દશમેશ પિતા શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના ચાર સાહિબજાદાઓના અપ્રતિમ બલિદાન અને શહાદતને યાદ કરવા માટે દેશભરમાં આજે ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.

 

વડાપ્રધાન મોદી ભારત મંડપમ ખાતે આયોજિત સમારોહને સંબોધિત કરશે. આ દરમિયાન તેઓ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મેળવનારા તેજસ્વી બાળકો સાથે પણ સીધો સંવાદ કરશે. ઉલ્લેખનીય છે કે, મુઘલો દ્વારા સાહિબજાદા જોરાવર સિંહ અને સાહિબજાદા ફતેહ સિંહને નાની ઉંમરે દીવાલમાં ચણીને શહીદ કરવામાં આવ્યા હતા, તેમની બહાદુરીને સલામ કરવા માટે સરકારે આ દિવસને ‘વીર બાળ દિવસ’ તરીકે જાહેર કર્યો છે.

(9:40 AM IST)