હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૩ કલાક કારમાં સામૂહિક દુષ્કર્મઃ IT કંપનીની કર્મચારી પર CEOએ બગાડી નજર
ઉદયપુરમાં એક ખાનગી આઈટી કંપનીની મહિલા મેનેજર સાથે ચાલું કારમાં સામૂહિક દુષ્કર્મની સનસનાટીભરી ઘટના સામે આવી

ઉદયપુર તા.૨૬: રાજસ્થાનના ઉદયપુરમાં એક પ્રાઇવેટ આઈટી કંપનીની મહિલા મેનેજર સાથે ચાલું કારમાં સામૂહિક દુષ્કર્મની હચમચાવી નાખે એવી ઘટના સામે આવી છે. પીડિતાએ પોતાની જ કંપનીના ઘ્ચ્બ્, મહિલા એક્ઝિક્યુટિવ હેડ અને તેના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પોલીસે પીડિતાની ફરિયાદ પર કેસ નોંધી તપાસ શરૂ કરી છે અને ત્રણેય આરોપીઓની અટકાયત કરી લીધી છે. આ ઘટના ઉદયપુરના સુખેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે.
પીડિતાના જણાવ્યા અનુસાર, તે ઉદયપુરની રહેવાસી છે અને ૧૭ જુલાઈથી એક ખાનગી કંપનીમાં રિક્રુટમેન્ટ મેનેજરની પોસ્ટ પર કામ કરી રહી છે. ૨૦ ડિસેમ્બરે કંપની તરફથી એન્ડ ઓફ યર અને CEOના જન્મદિવસની પાર્ટી યોજવામાં આવી હતી. આ પાર્ટી શોભાગપુરા વિસ્તારમાં આવેલી એક હોટેલમાં રાત્રે લગભગ ૯ વાગ્યે શરૂ થઈ હતી અને ૨૧ ડિસેમ્બરની રાત્રે લગભગ ૧:૩૦ વાગ્યા સુધી ચાલી હતી. પાર્ટીમાં દારૂ પીવામાં આવ્યો હતો અને રાત્રે મોડે સુધી ડાન્સ પાર્ટી ચાલું રહી હતી.
પીડિતાએ જણાવ્યું કે, પાર્ટીમાં તેની તબિયત અચાનક બગડી હતી, જેથી કંપનીના મહિલા એક્ઝિક્યુટિવ હેડે પાર્ટી પૂરી કરવાનું એનાઉન્સમેન્ટ કર્યું હતું. જેથી ધીમે-ધીમે બધા ગેસ્ટ જતા રહ્યા હતા. ત્યારબાદ રાત્રે લગભગ ૧:૪૫ વાગ્યે મહિલા એક્ઝિક્યુટિવ હેડે તેને તેની જ કારમાં બેસાડી હતી. કારમાં મહિલા એક્ઝિક્યુટિવ હેડનો પતિ ડ્રાઇવિગ સીટ પર હતો અને કંપનીનો CEO પણ હાજર હતો.
ત્રણેયે પીડિતાને ઘરે મૂકી જવાના બહાને કાર હોટલમાંથી બહાર કાઢી. રસ્તામાં એક દુકાનમાંથી સિગરેટ જેવી કંઈક વસ્તુ ખરીદી અને તેને પણ આપી. તે પીતાં જ તે બેહોશ થઈ ગઈ. પીડિતાના જણાવ્યા મુજબ, થોડા સમય પછી જ્યારે તેને હોશ આવ્યો, ત્યારે CEO તેની સાથે છેડછાડ કરી રહ્યો હતો. ત્યારબાદ ઘ્ચ્બ્ અને મહિલા એક્ઝિક્યુટિવ હેડના પતિએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ કહ્યું કે તમામ આરોપીઓએ તેની સંમતિ વિના વારાફરતી આ કૃત્ય કર્યું.
બીજા દિવસે સંપૂર્ણ હોશમાં આવ્યા પછી પીડિતાને તેના શરીર પર ઈજાના નિશાન મળ્યા. તેની એક કાનની બૂંટી, મોજા અને અંડરગાર્મેન્ટ્સ ગુમ થયા હતા. તેના પ્રાઇવેટ પાર્ટ અને શરીરના અન્ય ભાગોમાં દુખાવો થઈ રહ્યો હતા. ત્યારબાદ પીડિતાએ પોતાની કારના ડેશકેમનો ઓડિયો-વીડિયો તપાસ્યો, જેમાં આખી ઘટના રેકોર્ડ થયેલી જોવા મળી.
પીડિતાએ ૨૩ ડિસેમ્બરે સુખેર થાનામાં ફરિયાદ નોંધાવી. કેસની તપાસ મહિલા અપરાધ શાખાની એએસપી માધુરી વર્માને સોંપવામાં આવી છે. મેડિકલ તપાસમાં બહાર આવ્યું છે કે પીડિતાના શરીર અને પ્રાઇવેટ પાર્ટ પર જે ઈજા હતી, તે સામૂહિક દુષ્કર્મના છે.
એસપી યોગેશ ગોયલના જણાવ્યા અનુસાર, પોલીસે બુધવારે રાત્રે ત્રણેય આરોપીઓની અટકાયત કરી છે. પૂછપરછમાં બહાર આવ્યું છે કે પાર્ટી પછી લગભગ ત્રણ કલાક સુધી પીડિતાને કારમાં ફેરવવામાં આવી અને ત્યારબાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. પોલીસ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
