News of Friday, 26th December 2025
મોદી સરકારમાં ખુલ્યા ૫૦ હજારથી વધારે પેટ્રોલ પંપ
દુનિયામાં સૌથી વધારે પેટ્રોલ પંપનું નેટવર્ક અમેરિકામાં : ભારતમાં દુનિયાનું ત્રીજું સૌથી મોટું પેટ્રોલ પંપ નેટવર્ક છેઃ દેશમાં કુલ ૧,૦૦,૨૬૬ પેટ્રોલ પંપ

નવી દિલ્હી તા.૨૬: પ્રધાનમંત્રી મોદીના શાસનકાળમાં આખા દેશમાં ૫૦ હજારથી પણ વધારે પેટ્રોલ પંપ ખુલ્યા છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા હાલના આંકડામાં જણાવ્યું છે કે છેલ્લા ૧૦ વર્ષમાં દેશમાં પેટ્રોલ પંપની સંખ્યા વધીને ડબલ થઈ ચૂકી છે અને ભારત હવે ચીનની વધારે નજીક પહોંચી ચૂક્યું છે. જો કે દુનિયામાં સૌથી વધારે પેટ્રોલ પંપનું નેટવર્ક અમેરિકામાં છે. જ્યારે હવે આ લિસ્ટમાં ત્રીજા નંબર આવી પહોંચ્યું છે.
પેટ્રોલિયમ મંત્રાલય અંતર્ગત આવતા પેટ્રોલિયમ યોજના અને વિશ્લેષણ સેલ પાસેથી મળેલા આંકડા અનુસાર, દેશમાં પેટ્રોલ પંપની સંખ્યા વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધીમાં ડબલ થઈને ૧,૦૦,૦૦૦ને પાર પહોંચી ચૂકી છે. જાહેર ક્ષેત્રના ઈંધણ ખુદરા વિક્રેતાઓએ બજાર ભાગીદારી બનાવી રાખવા તથા ગ્રામિણ અને રાજમાર્ગ ક્ષેત્રોમાં ઈંધણની પહોંચને વધારવા માટે ઝડપથી પેટ્રોલ પંપનો વિસ્તાર કર્યો છે. નવેમ્બરના અંત સુધી દેશમાં કુલ ૧,૦૦,૨૬૬ પેટ્રોલ પંપ હતા અને ભારત હવે અમેરિકા તથા ચીન બાદ ત્રીજા સૌથી મોટા પેટ્રોલ પંપ નેટવર્કવાળો દેશ બની ગયો છે.
જાહેર ક્ષેત્રની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ જેવી સરકારી કંપનીઓ પાસે ૯૦ ટકાથી વધારે પંપ છે. રશિયાની રોસનેફટ સમર્થિત નાયરા એનર્જી લિમિટેડ ૬૯૨૧ પેટ્રોલ પંપ સાથે સૌથી મોટી ખાનગી ઈંધણ છુટક વિક્રેતા છે. ત્યાર બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને બીપીના સંયુક્ત ઉદ્યમના માલિકીવાળા ૨૧૧૪ પેટ્રોલ પંપ છે. શેલના પણ દેશમાં ૩૪૬ પેટ્રોલ પંપ છે.
પીપીએસીના આંકડા અનુસાર, પેટ્રોલ પંપ નેટવર્ક વર્ષ ૨૦૧૫માં ૫૦,૪૫૧ સ્ટેશનથી લગભગ ડબલ થઈ ગયા છે. તે વર્ષે ખાનગી કંપનીઓના માલિકીવાળા ૨૯૬૭ પેટ્રોલ પંપ કુલ બજારનો લગભગ ૫.૯ ટકા હતા. હાલમાં તે કુલ બજારનો ૯.૩ ટકા ભાગ છે. તેનો મતલબ એ છે કે સરકારી કંપનીઓ સાથે ખાનગી કંપનીઓએ પણ પોતાના પંપ નેટવર્કનો વિસ્તાર કર્યો છે. ભારત હવે આ મામલામાં દુનિયાના ત્રીજા સૌથી મોટા પંપ નેટવર્કવાળો દેશ બની ગયો છે.
ભારતમાં દુનિયાનું ત્રીજું સૌથી મોટું પેટ્રોલ પંપ નેટવર્ક છે. પણ અમેરિકા આ મામલામાં આજે પણ ખૂબ જ આગળ છે. અમેરિકામાં પેટ્રોલ પંપની સંખ્યા વિશે કોઈ સત્તાવાર આંકડા મળતા નથી, પણ વર્ષ ૨૦૨૪માં એક રિપોર્ટ અનુસાર, દેશમાં છુટક પેટ્રોલ પંપની સંખ્યા ૧,૯૬,૬૪૩ હતી. ત્યારથી અમુક પેટ્રોલ પંપ બંધ થઈ ચૂક્યા હશે. ચીન માટે પાછલા વર્ષે આવેલા એક રિપોર્ટમાં પેટ્રોલ પંપની સંખ્યા ૧,૧૫,૨૨૮ બતાવી હતી. સિનોપેકની વેબસાઈટ પર હાલની જાણકારી અનુસાર, તે ૩૦,૦૦૦થી વધારે ચાલૂ પેટ્રોલ પંપ સાથે ચીનની સૌથી મોટી ઈંધણ વિક્રેતા છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
