હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 26th December 2025
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી: આગ્રામાં ગાઢ ધુમ્મસ: તાજમહેલ પણ પણ ધુમ્મસની ચાદરમાં ઢંકાઈ ગયો

આગ્રા: ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ યથાવત છે. આગ્રામાં આજે સવારે ભારે ધુમ્મસ અને કાતિલ ઠંડી જોવા મળી હતી. તાજ વ્યૂ પોઈન્ટ પરથી તાજમહેલ પણ ધુમ્મસની ચાદરમાં ઢંકાયેલો જોવા મળ્યો હતો.
સમગ્ર ઉત્તર ભારત હાલ કડકડતી ઠંડીની લપેટમાં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગ્રા સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે અને શીતલહેર ફૂંકાઈ રહી છે.
આજે સવારે આગ્રામાં દૃશ્યતા (વિઝિબિલિટી) ખૂબ જ ઓછી હતી. તાજ વ્યૂ પોઈન્ટ ખાતેથી સહેલાણીઓ માટે તાજમહેલનો નજારો માણવો પણ મુશ્કેલ બન્યો હતો, કારણ કે ગાઢ ધુમ્મસને કારણે ઐતિહાસિક સ્મારક પણ ઝાંખું દેખાતું હતું.
વહીવટી તંત્ર દ્વારા લોકોને ઠંડીથી બચવા સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
