<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

ક્રિસમસ વેકેશનના કારણે હોટેલ બુકિંગમાં ૩૦ ટકાનો વધારો

સ્‍વિટ્‍ઝર્લેન્‍ડ, ફ્રાન્‍સ, જર્મની અને નોર્વે-ફિનલેન્‍ડ જેવા લોકપ્રિય સ્‍થળોના હવાઈ ભાડામાં ૧૫-૨૦ ટકાનો વધારો : ગોવા પછી, ઊટી, વાયનાડ, જોધપુર, જેસલમેર, મણિપાલ, શ્રીનગર, શિમલા, મેકલિયોડગંજ, દેહરાદૂન, શિલોંગ અને પેલિંગ જેવા શહેરોમાં માંગ મજબૂત

નવી દિલ્‍હી, તા.૨૬: આગામી નવા વર્ષ અને ક્રિસમસના લાંબા સપ્તાહને અનુલક્ષી હોટેલ બુકિંગની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્‍યો છે. ખાસ કરીને, ગયા મહિનાની સરખામણીમાં હોટેલ ઓકયુપન્‍સીમાં આશરે ૩૦ ટકાનો વધારો થયો છે, જે ગયા વર્ષના ડિસેમ્‍બરની સરખામણીમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો દર્શાવે છે. આ આંકડા રજાઓ માટે પ્રવાસીઓમાં મજબૂત રસ દર્શાવે છે.

ટ્રાવેલ પ્‍લેટફોર્મના સુત્રોએ જણાવ્‍યું હતું કે, વિવિધ સ્‍થળોએ હોટેલ બુકિંગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગોવા પછી, ઊટી, વાયનાડ, જોધપુર, જેસલમેર, મણિપાલ, શ્રીનગર, શિમલા, મેકલિયોડગંજ, દેહરાદૂન, શિલોંગ અને પેલિંગ જેવા શહેરોમાં માંગ મજબૂત છે.

આ સ્‍થળોએ દરિયાકિનારા, ટેકરીઓ, રણ અને સાંસ્‍કળતિક આકર્ષણોના મિશ્રણને કારણે પ્રવાસીઓ આકર્ષિત થઈ રહ્યા છે. માંગમાં વધારો થવાને કારણે આ મહિને હોટેલ રૂમના દરમાં લગભગ ૧૧ ટકાનો વધારો થયો છે.

ગોવામાં બુકિંગ મજબૂત રહ્યું છે. દરમિયાન, થોમસ કૂકના મતે, હવાઈ ભાડામાં ૧૦-૧૫ ટકાનો વધારો થયો હોવા છતાં, મલેશિયા, ઇન્‍ડોનેશિયા, થાઇલેન્‍ડ, સિંગાપોર અને વિયેતનામ જેવા ટૂંકા અંતરના સ્‍થળો હજુ પણ યાદીમાં ટોચ પર છે.

(11:43 AM IST)