<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

નાઈજીરિયામાં આઈએસઆઈએસ પર અમેરિકાના ભીષણ હવાઈ હુમલા: ડોનાલ્ડ ટ્રમ્પની અજબ ગજબની પોસ્ટ - "મૃત આતંકવાદીઓને પણ મેરી ક્રિસમસ"

નાઈજીરિયામાં ક્રિસમસના પવિત્ર દિવસે જ આતંકવાદીઓ પર અમેરિકાએ મોટી કાર્યવાહી કરી છે. આઈએસઆઈએસના ઠેકાણાઓ પર બોમ્બ વર્ષા કર્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, "મરેલા આતંકવાદીઓને પણ મેરી ક્રિસમસ, અને જો ખ્રિસ્તીઓની હત્યા ચાલુ રહેશે તો હજુ આવા ઘણા મરશે."

નાઈજીરિયામાં ક્રિસમસના તહેવાર ટાણે જ આતંકવાદી ગતિવિધિઓનો જડબાતોડ જવાબ આપતા અમેરિકી સેનાએ આઈએસઆઈએસ (ઈસ્લામિક સ્ટેટ)ના ઠેકાણાઓ પર ભીષણ હવાઈ હુમલા કર્યા છે. નાઈજીરિયાના બોર્નો અને સોકોટો પ્રાંતમાં આતંકીઓએ કરેલા હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કાર્યવાહી બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અત્યંત આક્રમક અંદાજમાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું હતું કે, "તમામ લોકોને મેરી ક્રિસમસ, અને તેમાં તે મરેલા આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે. જો તેઓ નિર્દોષ લોકો અને ખ્રિસ્તીઓની કતલેઆમ ચાલુ રાખશે તો આવા બીજા ઘણા આતંકીઓ માર્યા જશે."

ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આતંકવાદ સામે હવે કોઈ નરમાશ રાખવામાં આવશે નહીં. અહેવાલો અનુસાર, અમેરિકી સેનાએ નાઈજીરિયા સરકારના સહયોગથી આ "પરફેક્ટ સ્ટ્રાઈક" (ચોક્કસ હુમલા) કર્યા હતા, જેમાં અનેક આતંકીઓ ઠાર મરાયા છે.

(1:17 PM IST)