હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

અમેરિકાના લુઈસિયાનામાં આવેલી 'ફાઈબરબોન્ડ' નામની કંપનીના માલિક ગ્રેહામ વોકરે પોતાની કંપની વેચતા મળેલી રકમમાંથી વફાદાર કર્મચારીઓને જબરદસ્ત ભેટ આપી છે. તેમણે ૫૫૦ કર્મચારીઓ વચ્ચે આશરે ૨૨૫૦ કરોડ રૂપિયા (૨૪૦ મિલિયન ડોલર) વહેંચી દીધા છે. સરેરાશ દરેક કર્મચારીના ભાગે ૪ કરોડ રૂપિયા આવ્યા છે.
કોર્પોરેટ જગતમાં ભાગ્યે જ જોવા મળતી એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. અમેરિકાના લુઈસિયાના રાજ્યમાં આવેલી 'ફાઈબરબોન્ડ' કંપનીના માલિક ગ્રેહામ વોકરે પોતાની પેઢી એક મોટી કંપની 'ઈટન'ને વેચી દીધી હતી. પરંતુ કંપની વેચતી વખતે પોતાના ૫૫૦ વફાદાર કર્મચારીઓને ભૂલ્યા નહોતા.
ગ્રેહામ વોકરે કંપનીના વેચાણમાંથી મળેલી રકમના ૧૫ ટકા હિસ્સો કર્મચારીઓને બોનસ તરીકે આપવાનો નિર્ણય કર્યો હતો. આ રકમ કુલ ૨૪૦ મિલિયન ડોલર (અંદાજે ૨૨૫૦ કરોડ રૂપિયા) જેટલી થવા જાય છે. નવાઈની વાત એ છે કે કર્મચારીઓ કંપનીમાં કોઈ શેર ધરાવતા નહોતા, છતાં માલિકે માત્ર તેમની વફાદારીની કદર કરવા આ પગલું ભર્યું હતું.
કંપનીના માલિકનું કહેવું હતું કે ભૂતકાળમાં જ્યારે કંપની મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે આ કર્મચારીઓ તેમની સાથે અડીખમ ઉભા રહ્યા હતા. કર્મચારીઓને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે તેઓ ભાવુક થઈ ગયા હતા. ગણતરી મુજબ, દરેક કર્મચારીને સરેરાશ ૩ થી ૪ કરોડ રૂપિયા (૪૪૩,૦૦૦ ડોલર) મળશે, જે તેમના જીવનમાં મોટું પરિવર્તન લાવશે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM