<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

બરફ હટાવો અને લાખો કમાઓ: કેનેડામાં 'સ્નો રિમૂવલ'ની નોકરીમાં તગડો પગાર અને બોનસ

કેનેડામાં હાલ હાડ થીજાવતી ઠંડી અને બરફવર્ષા થઈ રહી છે, જે નોકરી શોધતા લોકો માટે કમાણીની સુવર્ણ તક લઈને આવી છે. કેનેડામાં રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી માટે લાખો રૂપિયાના પેકેજ અને બોનસ આપવામાં આવી રહ્યા છે, જેના કારણે ભારતીયો સહિતના લોકોમાં આ નોકરીનું જબરદસ્ત આકર્ષણ જોવા મળી રહ્યું છે.

કેનેડામાં શિયાળો શરૂ થતાની સાથે જ 'સ્નો રિમૂવલ' (બરફ હટાવવાની) કામગીરી માટે માણસોની ભારે માંગ નીકળી છે. અહેવાલો અનુસાર, બરફ હટાવવાની આ નોકરીમાં વાર્ષિક ૪૫ થી ૬૫ લાખ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે.

વિવિધ કોન્ટ્રાક્ટરો દ્વારા કલાકના ૨૦ થી ૨૫ ડોલર (કેનેડિયન)નો બેઝિક પગાર આપવામાં આવે છે. આ ઉપરાંત, ભયંકર ઠંડીમાં કામ કરવા બદલ ઓવરટાઈમ અને સીઝન પૂરી થવા પર વિશેષ બોનસ પણ ચૂકવવામાં આવે છે. 

ખાસ કરીને ઓન્ટારિયો અને આલ્બર્ટા જેવા પ્રાંતોમાં જ્યાં બરફવર્ષા વધુ હોય છે, ત્યાં શારીરિક શ્રમ માંગી લેતા આ કામ માટે યુવાનો પડાપડી કરી રહ્યા છે. જોકે, આ કામમાં ૧૨-૧૨ કલાકની શિફ્ટ અને માઇનસ ડિગ્રી તાપમાનમાં કામ કરવાનો પડકાર પણ રહેલો છે.

(1:14 PM IST)