News of Friday, 26th December 2025
૩ વર્ષમાં ઓનલાઇન ખરીદીમાં ૧.૭૫ લાખથી વધુ ફરિયાદ નોંધાઈ
અઓનલાઇન ખરીદી કરતાં અગાઉ ચેતજો

નવી દિલ્હીઃ તા.ર૬, છેલ્લા કેટલાક વર્ષોથી ઓનલાઇન ખરીદી કરવાના પ્રમાણમાં વધારો થયો છે. જોકે, સરળતા લાવતી ઓનલાઇન ખરીદીથી ગ્રાહકોએ ચેતવા જેવું પણ છે. છેલ્લા ૩ વર્ષમાં ઓનલાઇન ખરીદીમાં ખામીયુક્ત પ્રોડક્ટ, સર્વિસ પ્રોવાઈડર દ્વારા છેતરપિંડી, ડિલિવરીમાં વિલંબ જેવી ૧.૭૫ લાખથી વધુ ફરિયાદ નેશનલ કન્ઝયુમર હેલ્પલાઇનમાં નોધાઇ ચૂકી છે.
ગ્રાહકોને ઝડપી ન્યાય મળે તેના માટે કેન્દ્રસરકાર દ્વારા નેશનલ કન્ઝયુમર હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેમાં દર વર્ષે નોંધાતા સરેરાશ કોલ્સ ઓક્ટોબર ૨૦૧૯માં ૭૦૧૫૯ હતા, તે ઓક્ટોબર ૨૦૨૫માં વધીને ૧,૪૨,૬૦૫ થઈ ગયા છે. ખાસ કરીને વોટ્સએપ થકી ફરિયાદ કરનારાના પ્રમાણમાં વધારો થયો છે. વોટ્સએપથી ફરિયાદ કરનારા ઓક્ટોબર ૨૦૨૩માં ૧૧ ટકા હતા, તે ઓક્ટોબર ૨૦૨૩માંવધીને ૩૦ ટકા થઈ ગયા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૨૨માં ૪૬૯૧૫, ૨૦૨૩માં ૬૦,૧૮૯ અને ૨૦૨૪માં૬૭,૩૦૬ જેટલી ફરિયાદ નોંધાઈ છે.
નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનમાં મળેલી આ તમામ ફરિયાદનો નિકાલ પણ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૪માં જે રાજયમાંથી સૌથી વધુ ફરિયાદ મળી હોય તેમાં ઉત્તર પ્રદેશ ૧.૯૨ લાખ સાથે મોખરે છે. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતના કન્ઝયુમર કમિશનમાં મેમ્બર્સની મંજૂર કરાયેલી ૮ જગ્યા સામે ૩ ખાલી છે. આ જ રીતે ડિસ્ટ્રિક્ટ કમિશનમાં પ્રમુખની ૩૮ જગ્યા સામે ૨૪, મેમ્બર્સની ૭૬ જગ્યા સામે ૪૬ જગ્યા ખાલી છે. (૩પ-૭)
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
