News of Friday, 26th December 2025
અમિતભાઇ શાહ બે દિવસ ગુજરાત આવશે:વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે :શેલામાં ડ્રેનેજ પાઈપલાઈનનું લોકાર્પણ કરશે
સાબરમતી નદી વિસ્તારના રહીશોને પુનર્વસન અને સર્ટિફિકેશન પણ આપશે :પકવાન સર્કલ ખાતે તૈયાર થયેલા આઈકોનિક એસ.જી. હાઈવે પ્રોજેક્ટની પણ મુલાકાત લેશે.

અમદાવાદ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 27 અને 28 ડિસેમ્બરે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. 28 ડિસેમ્બરે શેલામાં મહત્વપૂર્ણ ડ્રેનેજ પાઈપલાઈનનું લોકાર્પણ કરશે,
જે થોડા સમય પહેલા સ્થાનિક રહીશોએ રજૂ કરેલી માંગના અનુસંધાનમાં 600 કરોડ રૂપિયાના ખર્ચે ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી તેમણે આપી હતી. આ સાથે સાબરમતી નદી વિસ્તારના રહીશોને પુનર્વસન અને સર્ટિફિકેશન પણ આપવામાં આવશે. ગૃહમંત્રી અમિતભાઇ શાહ પકવાન સર્કલ ખાતે તૈયાર થયેલા આઈકોનિક એસ.જી. હાઈવે પ્રોજેક્ટની પણ મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન બપોરે 2 વાગ્યે ગુરુદ્વારા ગોવિંદધામના દર્શન કરશે, સાંજે 6 વાગ્યે નમોત્સવમાં હાજરી આપશે અને સાંજે 7 વાગ્યે વિશ્વ ઉમિયાધામ ખાતે યોજાનારા યુવા બિઝનેસ મહાસંમેલનમાં હાજરી આપશે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
