<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

ઇઝરાયલે સોમાલીલેન્ડને સ્વતંત્ર દેશ તરીકે સત્તાવાર માન્યતા આપી: ઇતિહાસ રચાયો

તેલઅવિવ: ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોમાલીલેન્ડને સત્તાવાર રીતે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. આ સાથે જ ઇઝરાયલ સોમાલીલેન્ડને માન્યતા આપનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. 

આ પ્રસંગે નેતન્યાહૂએ સોમાલીલેન્ડના રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દિરહમાન મોહમ્મદ અબ્દુલ્લાહી સાથે વાતચીત કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા. 

તેમણે આ નિર્ણયને 'અબ્રાહમ એકોર્ડ્સ'ની ભાવનાને અનુરૂપ ગણાવ્યો હતો. બંને દેશો વચ્ચે હવે આર્થિક, કૃષિ અને સુરક્ષા ક્ષેત્રે સહયોગ વધશે અને ટૂંક સમયમાં રાજદૂતોની નિમણૂક કરવામાં આવશે.

(9:51 AM IST)