<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

અયોધ્યામાં રામ મંદિરના બે વર્ષ પૂર્ણ: સાત દિવસીય ભવ્ય ઉજવણીનો પ્રારંભ: સમગ્ર અયોધ્યા નગરીને રોશનીથી શણગારવામાં આવી

૨૭ ડિસેમ્બરથી ૨ જાન્યુઆરી સુધી આ મહોત્સવમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો: દરરોજ રામચરિતમાનસના પાઠ અને સાંજે ભજન સંધ્યા: ૩૧ ડિસેમ્બરે મુખ્ય પૂજાવિધિ

અયોધ્યા:  પ્રભુ શ્રીરામ લલ્લાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ થતા સાત દિવસીય વિશેષ ઉત્સવ શરૂ થયો છે.

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે આજથી વિશેષ ઉજવણી શરૂ થઈ છે. 

 

૨૭ ડિસેમ્બર ૨૦૨૫ થી ૨ જાન્યુઆરી ૨૦૨૬ સુધી ચાલનારા આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ રામચરિતમાનસના પાઠ અને સાંજે ભજન સંધ્યા યોજાશે. ૩૧ ડિસેમ્બરના રોજ મુખ્ય પૂજાવિધિ કરવામાં આવશે, જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. 

 

સમગ્ર અયોધ્યા નગરીને રોશનીથી શણગારવામાં આવી છે.

(9:48 AM IST)