<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

પંજાબ નેશનલ બેંકને રૂ.૨૪૩૪ કરોડનો ચૂનો

SREI ગ્રુપની બે કંપનીઓએ બેંકને ખાડામાં ઉતારી

નવી દિલ્‍હીઃ પંજાબ નેશનલ બેંક (PNB) એ શુક્રવારે એક મોટો ખુલાસો કર્યો. જાહેર ક્ષેત્રની બેંકે ભારતીય રિઝર્વ બેંક (RBI) ને રૂ.૨,૪૩૪ કરોડની મોટી લોન લેનારા સાથે છેતરપિડી અંગે જાણ કરી છે. આ કેસમાં SREI ઇક્‍વિપમેન્‍ટ ફાઇનાન્‍સ (SEFL) અને લ્‍ય્‍ચ્‍ત્‍ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ફાઇનાન્‍સ (SIFL) ના ભૂતપૂર્વ પ્રમોટરોનો સમાવેશ થાય છે. પીએનબીએ જણાવ્‍યું હતું કે SEFL સંબંધિત છેતરપિડી રૂ.૧,૨૪૦.૯૪ કરોડની છે, અને બેંકે સમગ્ર રકમ માટે જોગવાઈઓ કરી છે. દરમિયાન, SIFL સંબંધિત કેસ રૂ.૧,૧૯૩.૦૬ કરોડનો છે. પીએનબીએ આ માટે પણ સંપૂર્ણ જોગવાઈ કરી છે.

આ બંને કંપનીઓનો નેશનલ કંપની એપેલેટ ટ્રિબ્‍યુનલ (NCLT) દ્વારા કોર્પોરેટ ઇન્‍સોલ્‍વન્‍સી રિઝોલ્‍યુશન પ્રોસેસ (CIRP) હેઠળ સફળતાપૂર્વક ઉકેલ લાવવામાં આવ્‍યો છે. PNB એ બજાર બંધ થયા પછી આ માહિતી આપી હતી. આ દિવસે નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જ (NSE) પર બેંકના શેર ૦.૬% ઘટીને રૂ.૧૨૦.૨૫ પર બંધ થયા.

PNB એક જાહેર ક્ષેત્રની બેંક છે. આ કેસમાં SEFL અને SIFL ના અગાઉ પ્રમોટર હતા તેવા વ્‍યક્‍તિઓનો સમાવેશ થાય છે. બેંકે સ્‍પષ્ટતા કરી છે કે તેણે SEFL સંબંધિત રૂ.૧,૨૪૦.૯૪ કરોડના કેસ માટે ૧૦૦% જોગવાઈ કરી છે. આનો અર્થ એ છે કે બેંકે આ નુકસાનને પહોંચી વળવા માટે ભંડોળ અલગ રાખ્‍યું છે.

તેવી જ રીતે, PNB એ SIFL સંબંધિત રૂ.૧,૧૯૩.૦૬ કરોડની સંપૂર્ણ રકમ માટે જોગવાઈ કરી છે. બંને કંપનીઓ હવે નાદારી નિરાકરણ પ્રક્રિયામાંથી પસાર થઈ છે અને NCLT દ્વારા તેનો ઉકેલ લાવવામાં આવ્‍યો છે.

(9:54 AM IST)