<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

સંપત્તિ જાહેર નહીં કરનારા આઈએએસ અધિકારીઓ સામે કાર્યવાહી થશેઃ કેન્‍દ્ર

૩૧ જાન્‍યુઆરી સુધીમાં તમામ સનદી અધિકારીઓએ પ્રોપર્ટી રિટર્ન ભરવું પડશે

નવી દિલ્‍હી,તા.૨૭: કેન્‍દ્ર સરકારે તમામ ઈન્‍ડિયન એડમિનિસ્‍ટ્રેટિવ સર્વિસ (IAS) અધિકારીને નિયત સમર્યાદામાં સંપત્તિની વિગતો રજૂ કરવા તાકિદ કરી છે. સરકારે જારી કરેલા સત્તાવાર હુકમ મુજબ, આમ નહીં કરનારા અધિકારીને પ્રમોશન અને ઉચ્‍ચતર પગાર ધોરણથી વંચિત રાખવાની સાથે શિસ્‍તભંગની કાર્યવાહી પણ હાથ ધરાશે. તમામ ત્‍ખ્‍લ્‍ અધિકારીઓએ ૩૧ જાન્‍યુઆરી, ૨૦૨૬ સુધીમાં એન્‍યુઅલ ઈમમૂવેબલ પ્રોપર્ટી રિટર્ન (IPR) ભરવું પડશે. 

મિનિસ્‍ટ્રી ઓફ પર્સોનેલ દ્વારા જારી કરાયેલા સત્તાવાર હુકમ મુજબ, સનદી સેવાના અધિકારીએ ઉક્‍ત જોગવાઈનું પાલન નહીં કર્યું હોય તો તેને સંબંધિત અધિકારી સામે શિસ્‍તભંગની કાર્યવાહી હાથ ધરવા માટેના પૂરતા અને યોગ્‍ય કારણ તરીકે ગણવામાં આવશે. સમયસર IPR ભરવાની જોગવાઈના ચુસ્‍ત પાલન નિયમોમાં સુધારા કરાયા છે અને આગામી તબક્કાના પે મેટ્રિક્‍સ માટે IPR રિટર્ન ભરવાનું ફરજિયાત ગણવામાં આવશે. ધ ડીપાર્ટમેન્‍ટ ઓફ પર્સોનેલ એન્‍ડ ટ્રેનિગ (DoPT) દ્વારા IAS અધિકારીઓ માટે જાન્‍યુઆરી ૨૦૧૭થી ઓનલાઈન ત્‍ભ્‍ય્‍ ભરવાની જોગવાઈનો અમલ થઈ રહ્યો છે. જેમાં SPARROW મોડ્‍યુલથી રિટર્ન ભરવાનું હોય છે.

કેન્‍દ્રના તમામ વિભાગના સચિવ તથા તમામ રાજ્‍યોના મુખ્‍ય સચિવોને ૨૩ ડિસેમ્‍બરે પાઠવાયેલા પત્ર મુજબ, અધિકારીઓ પોતાના ત્‍ભ્‍ય્‍ ઈલેક્‍ટ્રોનિકલી અથવા હાથેથી ભરેલા રિટર્ન સાથે સ્‍કેન્‍ડ કોપી વર્ષોથી રજૂ કરી રહ્યા છે, જે અત્‍યંત સંતોષડનક બાબત છે. કેલેન્‍ડર વર્ષ ૨૦૨૫ માટે રિટર્ન ભરવાની છેલ્‍લી તારીખ ૩૧ જાન્‍યુઆરી, ૨૦૨૬ છે અને ત્‍યારબાદ ઓનલાઈન ત્‍ભ્‍ય્‍ ભરવાની વિન્‍ડો આપોઆપ બંધ થઈ જશે.  કેન્‍દ્ર સરકારે જારી કરેલી માર્ગદર્શિકા અને નવા નિયમોને ધ્‍યાને રાખીને તમામ સચિવો તથા મુખ્‍ય સચિવો આ બાબતે તાબાના તમામ ત્‍ખ્‍લ્‍ અધિકારીઓને જરૂરી સૂચના આપે અને પત્રમાં જણાવાયા મુજબ સંપત્તિની વિગતો નિયત સમયમર્યાદામાં રજૂ કરાવે તે જરૂરી છે.

(10:02 AM IST)