<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

દિલ્‍હીવાસીઓ માટે ખતરાની ઘંટડીઃ ફેફસાં પછી હવે લીવર-કિડની ઉપર જોખમ

ઝેરી પાણી અંગે એક રિપોર્ટ બહાર આવ્‍યોઃ દિલ્‍હીના ભૂગર્ભજળમાં નાઈટ્રેટનું પ્રમાણ વધ્‍યું છેઃ તેને પીવાથી મગજ, કિડની અને લીવર પર પ્રતિકૂળ અસર થઈ રહી છે

નવી દિલ્‍હી તા.૨૭: દિલ્‍હીમાં ઝેરી હવાની અસરો ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. સતત બે મહિનાથી AQI ૪૦૦ ની આસપાસ રહ્યો છે. ડોક્‍ટરોએ ફેફસાના ચેપની ચેતવણી જારી કરી છે. એક નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે દિલ્‍હીનું ભૂગર્ભજળ પણ ઝેરી બની રહ્યું છે.

દિલ્‍હી અને તેની આસપાસના વિસ્‍તારો પર નજર નાખો તો, જેને આપણે જીવન  કહીએ છીએ તે પાણી હવે ઘણી જગ્‍યાએ  ધીમું ઝેર બની રહ્યું છે. સેન્‍ટ્રલ ગ્રાઉન્‍ડ વોટર બોર્ડ (CGWB) એ નેશનલ ગ્રીન ટ્રિબ્‍યુનલ (NGT) ને એક રિપોર્ટ સુપરત કર્યો છે જેણે ખતરાની ઘંટડી વગાડી છે. રિપોર્ટ અનુસાર, રાજધાની દિલ્‍હીમાં ભૂગર્ભજળમાં નાઈટ્રેટનું સ્‍તર ખતરાના નિશાનને વટાવી ગયું છે, જેના કારણે કેન્‍સર અને 'બ્‍લુ બેબી સિન્‍ડ્રોમ' જેવા જીવલેણ રોગોનો ખતરો ઉભો થયો છે.

CGWB દ્વારા ૨૨ ડિસેમ્‍બરે રજૂ કરાયેલા સોગંદનામા મુજબ, ૨૦૨૩માં દિલ્‍હીમાં એકત્રિત કરાયેલા ભૂગર્ભજળના ૨૦% થી વધુ નમૂનાઓમાં નાઈટ્રેટનું સ્‍તર માન્‍ય મર્યાદા (45 mg/l) કરતા ઘણું વધારે જોવા મળ્‍યું હતું. સૌથી ચિતાજનક વાત એ છે કે, કેટલાક સ્‍થળોએ, નાઈટ્રેટનું સ્‍તર 994 mg/l સુધી પહોંચી ગયું છે, જે સલામત મર્યાદા કરતા ૨૨ ગણું વધારે છે. દિલ્‍હીના ૧૧ જિલ્‍લાઓમાંથી સાત જિલ્‍લાઓ આ ઝેરી પાણીથી ગંભીર રીતે પ્રભાવિત થયા છે. આમાં નવી દિલ્‍હી, ઉત્તર દિલ્‍હી, ઉત્તરપヘમિ, દક્ષિણ, દક્ષિણપૂર્વ, દક્ષિણપヘમિ અને પヘમિ દિલ્‍હીનો સમાવેશ થાય છે.

નિષ્‍ણાંતોના મતે, પાણીમાં નાઈટ્રેટનું ઉચ્‍ચ સ્‍તર સ્‍વાસ્‍થ્‍ય માટે અત્‍યંત જોખમી છે. તે કેન્‍સર, થાઇરોઇડ સમસ્‍યાઓ અને પુખ્‍ત વયના લોકોમાં ઓક્‍સિજનની ઉણપનું કારણ બની શકે છે. જો કે, તેની સૌથી ખરાબ અસરો નવજાત શિશુઓ પર પડે છે. નાઈટ્રેટયુક્‍ત પાણી પીવાથી બાળકોમાં બ્‍લુ બેબી સિન્‍ડ્રોમ (મેથેમોગ્‍લોબિનેમિયા) થઈ શકે છે, જે ઓક્‍સિજનના પ્રવાહને અવરોધે છે અને શરીર વાદળી રંગનું થઈ જાય છે. રિપોર્ટમાં સ્‍પષ્ટપણે જણાવાયું છે કે જો નાઈટ્રેટનું સ્‍તર ૪૫ મિલિગ્રામ/લિટરથી વધુ થઈ જાય, તો તે પાણી માનવ વપરાશ માટે અયોગ્‍ય છે.

રાજસ્‍થાન અને આંધ્રપ્રદેશમાં પરિસ્‍થિતિ વધુ ખરાબ છે.

માત્ર દિલ્‍હી જ નહીં, આખો દેશ આ કટોકટીનો સામનો કરી રહ્યો છે. રિપોર્ટના ડેટા પર એક નજર

આંધ્રપ્રદેશઃ અહીં નાઈટ્રેટનું સ્‍તર સૌથી વધુ ચિતાજનક છે. એક જગ્‍યાએ, પાણીમાં નાઈટ્રેટનું સ્‍તર રેકોર્ડ ૨,૨૯૬.૩૬ મિલિગ્રામ/લિટર જોવા મળ્‍યું, જે દેશમાં સૌથી વધુ છે.

રાજસ્‍થાનઃ અહીં પરિસ્‍થિતિ સૌથી વધુ વ્‍યાપક છે. રાજસ્‍થાનના ૪૯.૫૨્રુ નમૂનાઓ (લગભગ અડધા) માં નાઈટ્રેટનું સ્‍તર સલામત મર્યાદાથી ઉપર હતું.

કુલ આંકડાઃ ૨૦૧૭ માં, દેશભરના ૩૫૯ જિલ્‍લાઓમાં નાઈટ્રેટની સમસ્‍યાનો સામનો કરવો પડ્‍યો હતો, જે હવે વધીને ૪૪૦ જિલ્‍લાઓ થઈ ગયા છે.

સામાન્‍ય રીતે એવું માનવામાં આવે છે કે વરસાદ ભૂગર્ભજળને શુદ્ધ કરે છે, પરંતુ અહીં વિપરીત થઈ રહ્યું છે. બોર્ડે જણાવ્‍યું હતું કે નાઇટ્રોજનયુક્‍ત ખાતરો અને કૃષિ ક્ષેત્રોમાં વપરાતો કચરો વરસાદી પાણી સાથે ભૂગર્ભમાં ધોવાઈ જાય છે. આ જ કારણ છે કે ચોમાસા પછી નાઈટ્રેટ પ્રદૂષણ વધે છે. માહિતી અનુસાર, ચોમાસા પહેલા ૩૦.૭૭% નમૂના નિષ્‍ફળ ગયા હતા, જે ચોમાસા પછી વધીને ૩૨.૬૬% થયા હતા.

(10:18 AM IST)