News of Saturday, 27th December 2025
નશીલા પદાર્થોના તસ્કર, ગેંગસ્ટર અને ખાલિસ્તાનીઓનું આવી બનશે
ગૃહમંત્રીનો એક્શન પ્લાનઃ ટૂંક સમયમાં સરકાર સંગઠિત અપરાધ વિરુદ્ધ એક ઠોસ રણનીતિ લઈને આવી રહી છેઃ એક્શન પ્લાન ખાલી કાગળ પર નહીં હોય, પણ જમીન પર તેની અસર દેખાશે : ગૃહમંત્રીએ દેશની સુરક્ષાને અભેદ્ય બનાવવા માટે તમામ રાજ્યોની પોલીસને એન્ટી ટેરર સ્ક્વોડને મિલાવીને એક કોમન સ્ટ્રક્ચર બનાવવાની જાહેરાત કરી

નવી દિલ્હી તા.૨૭: દેશની આંતરિક સુરક્ષાને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે અત્યાર સુધીની સૌથી મોટો અને કડક મેસેજ આપી દીધો છે. નવી દિલ્હીમાં આયોજિત આતંકવાદ વિરોધી સંમેલનમાં ભાગ લેતા તેમણે સ્પષ્ટ કરી દીધું કે મોદી સરકાર આતંકવાદ અને સંગઠિત અપરાધ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ પર ચાલતા એક વ્યાપક અને ઘાતક ૩૬૦ ડિગ્રી એક્શન પ્લાન લાવવા જઈ રહી છે. આ પ્લાનના ટાર્ગેટ પર મુખ્યત્વે ખાલિસ્તાની અલગાવવાદી, નશીલા પદાર્થોના તસ્કર અને વિદેશોમાં બેસીને ભારત વિરુદ્ધ કાવતરા રચનારા ગેંગસ્ટર્સ હશે. ગૃહમંત્રીએ દેશની સુરક્ષાને અભેદ્ય બનાવવા માટે તમામ રાજ્યોની પોલીસને એન્ટી ટેરર સ્ક્વાડને મિલાવીને એક કોમન સ્ટ્રક્ચર બનાવવાની જાહેરાત કરી છે, જેની કમાન રાષ્ટ્રીય તપાસ એજન્સીના હાથમાં હશે.
ગૃહમંત્રીએ સંમેલનમાં સ્પષ્ટ કર્યું કે ટૂંક સમયમાં સરકાર સંગઠિત અપરાધ વિરુદ્ધ એક ઠોસ રણનીતિ લઈને આવી રહી છે. આ એક્શન પ્લાન ખાલી કાગળ પર નહીં હોય, પણ જમીન પર તેની અસર દેખાશે. તેમાં ખાલિસ્તાની આતંકીઓ, ડ્રગ તસ્કરો અને વિદેશોમાં સક્રિય ગેંગ્સ વિરુદ્ધ થ્રી સિક્સ્ટી ડિગ્રી કાર્યવાહી કરવામાં આવશે. તેનો મતલબ છે કે અપરાધી દુનિયાના કોઈ પણ ખૂણામાં છુપાયેલા હોય, કાયદાના હાથ તેની સુધી પહોંચી જશે.
અમિત શાહે કહ્યું કે અમે આવનારી પેઢીઓ માટે એક એવો અભેદ્ય અને મજબૂત આતંકવાદ વિરોધી ગ્રિડ બનાવવી છે, જે દરેક પડકારનો સામનો કરી શકે અને દેશને સુરક્ષિત રાખી શકે.
રાજ્યોની એટીએસનું કોમન સ્ટ્રક્ચર હશે- સુરક્ષા માળખામાં મોટા બદલાવના સંકેત આપતા અમિત શાહે કહ્યું કે દેશભરની પોલીસનું એક કોમન એટીએસ સ્ટ્રક્ચર હોવું ખૂબ જરુરી છે. તેમણે તમામ રાજ્યોના પોલીસ મહાનિદેશકોને નિર્દેશ આપ્યા છે કે તે ફટાફટ તેનું અનુપાલન કરાવે. આ આખી સ્ટ્રક્ચર એનઆઈએની આગેવાનીમાં કામ કરશે. ગૃહમંત્રીનું માનવું છે કે ઓપરેશનલ યુનિફોર્મિટી એટલે કે કામકાજમાં એકરુપતા લાવવાથી ખતરાનું સાચું આકલન થઈ શકશે. તેનાથી ઇન્ટેલિજેન્સ શેરિગનો સાચો ઉપયોગ થશે અને સુરક્ષા એજન્સીઓ કોઓર્ડિનેટેડ કાઉન્ટર એક્શન લઈ શકશે. હવે રાજ્યોની પોલીસ અલગ અલગ કામ નહીં કરે, પણ એક સાથે મળીને કામ કરશે
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
